________________
અશક્તિ, માંદગી વગેરે કારણોસર સંયમી કોઇપણ પ્રકારના રાગભાવને પોષ્યા વિના, માત્ર શરીર ટકાવીને ધર્મારાધના કરવા માટે વિગઇ વાપરે તો આમાં ભાવ સારો હોવાથી કલ્પિક પ્રતિસેવા કહેવાય. એમાં કોઇ વાંધો નહિ. પણ જો રાગભાવથી વિગઇ વાપરે, જરૂર કરતા વધારે વાપરે, આસક્તિ પોષવા માટે વાપરે...તો ભાવ ખરાબ હોવાથી દર્ષિક પ્રતિસેવા કહેવાય, એ ચોક્કસ પાપ છે, પાપકર્મ બંધાવના૨ છે.
આવું તમામ હકારાત્મક અને નકારાત્મક આચારોમાં સમજી લેવાનું. જે પ્રવૃત્તિ ટુંકમાં ઉત્સર્ગથી કરવાની છે તે પુષ્ટ કારણસર ક૨વામાં ન આવે અને નહીં ક૨વા અંગે કોઇ રાગ-દ્વેષાદિ મેલા ભાવો ન હોય, તો એ નહીં કરવામાં પણ દોષ ન લાગે. એ અપવાદમાર્ગ બને. ભલે કરવા યોગ્ય પ્રવૃત્તિ ન કુરી, તો પણ ભાવ પવિત્ર હોવાથી લાભ થાય.
જે પ્રવૃત્તિ નથી કરવાની, તે પુષ્ટ કારણસર ક૨વામાં આવે તો પણ એમાં દોષ ન લાગે જો એમાં કોઇ રાગ-દ્વેષાદિ મેલા ભાવો ન હોય
રોજ બે ટાઇમ પ્રતિક્રમણ ક૨વાનું છે, પણ તપસ્વી સાધુ ત્રીજા ઉપવાસે અચાનક સાંજના સમયે બેભાન થઇ જાય, અને છેક ચોવીસ કલાક બાદ ભાનમાં આવે, તો એણે એ દિવસનું પ્રતિક્રમણ કર્યું ન હોવા છતાં એનો કોઇ પ્રમાદ-આળસ-અરુચિ જેવો ખરાબ ભાવ તો છે જ નહિ...માટે એને પાપકર્મ ન બંધાય.
રસ્તામાં સાધુનો અકસ્માત થાય, ત્યારે બીજો સાધુ એને બચાવી લેવા માટે કોઇક કારને ઉભી રખાવે, સાધુને અંદર મૂકે, પોતે જાતે પણ બેસે, એને તરત હોસ્પીટલ લઇ જાય...આ બધામાં ખરેખર એણે ન ક૨વાની પ્રવૃત્તિઓ જ કરી છે, છતાં એનો ભાવ સાધુને બચાવી લેવાનો છે, કારમાં બેસીને પ્રમાદ કરવાનો બિલકુલ નથી...તો એને પાપકર્મ ન બંધાય.
આ પ્રસ્તુત પાઠ સ્પષ્ટ દર્શાવે છે કે ‘પાપ ભાવાત્મક છે’ એનો મતલબ એ જ કે ‘પુણ્ય પણ ભાવાત્મક જ છે’ એટલે બાહ્ય ક્રિયાને પરમાર્થથી પુણ્ય કે પાપ રૂપે માની ન શકાય.
(५) जावइया उस्सग्गा तावइया चेव अववाया । जावइया अववाया तावइया चेव उस्सग्गा ||
અજબ જીવનની ગજબ કહાની
૧૧
(શ્રી આચારાંગસૂત્ર)