________________
નુકસાન થાય ? એના પ્રાયશ્ચિત્ત શું શું આવે ? વિશેષ કારણો આવી પડે તો એ સાધ્વાચારમાં કેવી રીતે છૂટ લેવાની ? એમાં ઓછામાં ઓછી છૂટ લેવા માટે શું શું વિચારણા કરવાની ? વગેરે વગેરે બાબતોનું અતિ ઉંડાણ પૂર્વક વિવેચન કરવામાં આવેલું છે. પ્રસ્તુત ત્રણ છેદ ગ્રન્થોના જ આશરે ૫૦૦૦ થી પણ વધુ પાના છે.
આમાં શાસ્ત્રોમાં જે સાધ્વાચાર પાળવાનું જણાવેલું છે, એ એ પ્રમાણે જ પાળવામાં આવે તો એ આચારોની સેવના કરેલી કહેવાય. પણ એના કરતા જો વિપરીત કરવામાં આવે તો એ પ્રતિ-સેવના કહેવાય. એને બીજી ભાષામાં પાપ કહેવાય. - હવે પ્રસ્તુત પાઠ વિચારીએ...
આ પાઠની અવતરણિકા આ પ્રમાણે છે કે 'ડિજેવા વિ માવો, વિરિયા વા .’ પ્રશ્રકાર પૂછે છે કે શાસ્ત્રોક્ત આચારોનું પાલન ન કરીએ, તો એ પ્રતિસેવના કહેવાય છે. પણ આ પ્રતિસેવના ભાવરૂપ છે ? કે ક્રિયારૂપ છે ?'
આ પ્રશ્ન વિચિત્ર લાગે ને ! જો શાસ્ત્રોક્ત આચારો ક્રિયારૂપ હોય, તો એની પ્રતિસેવના વિપરીત આચાર=વિપરીતક્રિયા રૂપ જ હોવાની ને ? પણ ના ! એવું નથી. એક જબરદસ્ત કોટિનું રહસ્ય આમાં ધરબાયેલું છે.
નિર્યુક્તિકાર કેટલું સ્પષ્ટ શબ્દોમાં જણાવી દે છે કે “પ્રતિસેવના ભાવરૂપ જ છે' પાઠમાં ૩ મુક્યો છે, એ જકાર દર્શાવવા છે. એટલે કે પ્રતિસેવના ક્રિયારૂપ નથી..એમ સુચવવામાં આવે છે.
પાછો પ્રશ્ન થાય કે “પ્રતિસેવના ભાવરૂપ છે, એ વાત સાચી પણ શુભભાવરૂપ ? કે અશુભભાવરૂપ ?' એનો જવાબ પણ ગાથામાં આપેલ છે કે બંને ભાવરૂપ હોઇ શકે છે. એમાં જે શુભભાવરૂપ પ્રતિસેવના છે, તે કલ્પિક કહેવાય. અશુભભાવ રૂપ પ્રતિસેવા દર્ષિક કહેવાય.
કલ્પિક પ્રતિસેવા એટલે અપવાદ માર્ગ ! એટલે કે એ આત્માને મોક્ષ તરફ લઇ જાય છે, એટલે એનો કોઇ વાંધો નથી, એ પાપ ન કહેવાય. પણ દર્ષિક પ્રતિસેવા એ ઉન્માર્ગ રૂપ છે, એ આત્માને મોક્ષથી દૂર લઇ જાય છે. એ જ ખરું પાપ છે. માટે એનો ત્યાગ કરવો. દા.ત. શાસ્ત્રોમાં વારંવાર વિગઈ વાપરવાનો નિષેધ કરેલો છે. એટલે વિગઇત્યાગ એ સાધ્વાચાર છે. પણ
–
૧૦ છે
- જૈન સાધુ જીવન...