________________
દા.ત. શ્રાવકોને એમની કક્ષા પ્રમાણે પૂજાદિ આચાર રાગાદિહાનિ કરે છે, તો એમણે એ આચાર પાળવાનો. સાધુઓને એમની કક્ષા પ્રમાણે પૂજાદિ આચાર રાગાદિહાનિ નથી કરતો, વૃદ્ધિ કરે છે.તો એમણે એ આચાર નહિ આદરવાનો. (આ સામાન્યથી જણાવ્યું, આવું કરોડો બાબતોમાં વિચારી લેવું.)
(३) जह जह दोसा विरमइ, जह जह विसएसु होइ वेरग्गं | तह तह विनाअब्, आसन्नं से अ परमपयं ।
ભાવાર્થ ઃ મોક્ષ નજીકમાં છે ? દૂર છે ? એ શી રીતે ખબર પડે ? એ જાણવા માટેનું બેરોમીટર આમાં દર્શાવેલું છે કે આપણા આત્માના ક્રોધઅહંકાર-કપટ-આસક્તિ-વિકાર-ઇર્ષ્યાદિ દોષો જેમ જેમ ઓછા થતા જાય, મનગમતા શબ્દાદિ વિષયોમાં જેમ જેમ રાગભાવ ઘટતો જાય, તેમ તેમ મોક્ષ વધુને વધુ નજીક છે..એમ નક્કી માનવું.
દોષોનો સંપૂર્ણક્ષય એ સંપૂર્ણ મોક્ષ. દોષોનો દેશતઃ ક્ષય એ દેશતઃ મોક્ષ જ છે. એ થોડો થોડો ક્ષય વધતો જાય, તેમ મોક્ષ પણ નજીક આવતો જાય.
ધારો કે ૧ કરોડ માત્રાના દોષો છે, તો એ તમામ દોષોના ક્ષયથી સંપૂર્ણ મોક્ષ મળે. હવે કોઇકને ૧ લાખ માત્રાના દોષો ઓછા થયા, તો એનો મોક્ષ એટલા અંશ પૂરતો થઇ જ ગયો. કોઇકને ૫૦ લાખ માત્રાના દોષો ઓછા થયા, તો એનો મોક્ષ ૫૦% જેટલો થઇ જ ગયો.
ટુંકમાં શુભક્રિયા વધી કે ઘટી એના આધારે નહિ, પણ આંતરિક દોષોની વધઘટના આધારે જ મોક્ષનો નિર્ણય થાય છે.
(૪) ડિસેવIT ૩ માવો...(શ્રી નિશીથસૂત્રનિર્યુક્તિ, શ્રી व्यवहारसूत्र-नियुक्ति.)
વર્તમાનમાં જે ૪૫ આગમો છે. એમાં સૌથી શ્રેષ્ઠ, સૌથી ગંભીર આગમો તરીકે છે છ છેદ ગ્રન્થો ! એમાં પણ શ્રી નિશીથ, શ્રી બૃહત્કલ્પ અને શ્રી વ્યવહાર આ ત્રણ ઘણા વિરાટ અને ઘણા ઘણા ઉપયોગી ! આ તમામ છેદગ્રથો સાધ્વાચારનું પ્રતિપાદન કરનારા જ ગ્રન્યો છે. સાધુ-સાધ્વીઓએ શું કરવાનું ? શું નહિ કરવાનું ? તેઓ જો સાધ્વાચાર ન પાળે, તો શું શું
અજબ જીવનની ગજબ કહાની
–
૯
]