________________
યુદ્ધ કરવાનો ચાલી રહ્યો હતો. તો એ વખતે છેક સાતમી ના૨ક સુધીના પાપકર્મો બાંધી નાંખ્યા.
ગુણસાગર લગ્નની ચોરીમાં ફેરા ફરી રહ્યો છે. હાથમાં પત્નીનો હાથ છે, છેડાછેડી બાંધેલા છે, આમ બાહ્ય ક્રિયા અશુભ છે...તેમ છતાં પણ અંદ૨નો ભાવ આસમાનને આંબ્યો. સંયમ સ્વીકારની પવિત્રતમ ભાવનામાં ચડી ગયા, અને ત્યાં જ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઇ.
(२) किं बहुणा, जह जह रागद्दोसा लहुं विलिज्जंति, तह तह पयट्टिअव्वं, एसा आणा जिनिंदाणं ।
(મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજા.)
આ મહાપુરૂષને માટે કોઇ વિશેષ ઓળખાણ આપવાની જરૂર નથી. ઉપરની ગાથા ક્યા ગ્રન્થમાં છે ? એ એટલા માટે નથી જણાવ્યું. કેમકે પ્રતિમાશતક, સામાચારી પ્રકરણ, ઉપદેશ રહસ્ય, ગુરૂતત્ત્વવિનિશ્યય, અધ્યાત્મમત પરીક્ષા...વગેરે અનેક ગ્રન્થોમાં સૌથી છેલ્લે તેઓશ્રીએ આ ગાથા અવશ્ય મૂકી છે.
જેનો ભાવાર્થ આ પ્રમાણે છે.
આખા ગ્રંથમાં ઘણી ઘણી ચર્ચાઓ કરી લીધી, હજી પણ ઘણું બધું કહી શકાય એમ છે. પણ હવે એ બધું કહેવાનું છોડી દઉં છું. તમામ પદાર્થોનો એકમાત્ર સાર જ તમને આપી દઉં છું કે જિનેશ્વર ભગવંતોની એક માત્ર આજ્ઞા આ જ છે કે ‘જેમ જેમ રાગ અને દ્વેષ ઝડપથી ખતમ થાય, તેમ તેમ પ્રવૃત્તિ કરવી.’
જોયું ને ? રાગ-દ્વેષનો વિનાશ થવો એટલે કે અધ્યવસાય પવિત્ર બનવા...એ અત્યંત આવશ્યક છે. એમાં એકાંત છે. બીજી બધી જ બાબતોમાં અનેકાન્ત ! વળી ગાથામાં વાપરેલા શબ્દો પણ આચારમાં અનેકાન્તનું જ સૂચન કરે છે. નઃ નદ્દ અને તF તદ્દ એ શબ્દો એ જ સૂચવે છે કે બાહ્ય આચારમાં ગમે એટલો ફેરફાર થાય, એની સાથે નિસ્બત નથી, પણ રાગદ્વેષહાનિ એ આચાર દ્વારા થવી જ જોઇએ. રાગાદિહાનિ ન કરી આપનાર આચારનું અમારે શું કામ ? તો રાગાદિહાનિ કરાવી આપના૨ો તમામ આચાર અમને માન્ય !
જૈન સાધુ જીવન...