SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ TY). પરિણતિ : અધ્યવસાય-ભાવ નિશ્ચય-પરિણામ કોઇપણ સાધ્વાચારમાં એકાંત નથી. એ આપણે પ્રથમ પ્રકરણમાં જોઇ ગયા. જો, એકાંત હોય તો એક જ બાબતનો છે “અશુદ્ધ ભાવ ન જ જોઇએ, શુદ્ધભાવ જ જોઇએ.' આ વસ્તુ આપણે આ પ્રકરણમાં શાસ્ત્રપાઠી સાથે જોઇશું. પરિણતિ બોલો, અધ્યવસાય બોલો, ભાવ બોલો, નિશ્ચય બોલો... અપેક્ષાએ આ સમાનાર્થી શબ્દો છે. આનું મહત્ત્વ જિનશાસનમાં કેવું અને કેટલું છે ? એ હવે આપણે જોઇએ. (१) परमरहस्समिसीणं, समत्तगणिपिडगझरिअसाराणं । पारिणामिअं पमाणं निच्छयमवलंबमाणाणं ॥ | (ચોદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત-ઓઘનિર્યુક્તિ-૭૬૦) ભાવાર્થ ઃ બાર અંગોનો સંપૂર્ણ અભ્યાસ કરી લઇને આ વિશાળ શ્રુતસાગરનો સાર જેમણે પ્રાપ્ત કર્યો છે, જેઓ નિશ્ચયનું અવલંબન કરનારા છે તે ચૌદપૂર્વધરાદિ ઋષિ મુનિઓને પુછવામાં આવે કે “આ જિનશાસનનું સૌથી મોટામાં મોટું રહસ્ય શું છે? તો તેઓ એક જ જવાબ આપે કે પરિણામ પના પરિણામમાં અધ્યવસાયમાંeભાવમાં જે હોય, એ જ પ્રમાણ ! અર્થાત્ બાહ્ય ક્રિયાઓ શુભાશુભ કર્મબંધમાં પ્રમાણભૂત નથી, બાહ્ય ક્રિયાઓ સુખ-દુઃખાદિ ફળોમાં, મોક્ષપ્રાપ્તિમાં પ્રમાણભૂત નથી. કર્મ ક્યું બંધાશે ? એનો નિર્ણય જીવના અધ્યવસાય ઉપર જ થાય છે. જેવો અધ્યવસાય, તેવું જ ફળ ! ક્રિયા ગમે તે હોય. • અધ્યવસાય શુભ-શુદ્ધ, તો ક્રિયા ખરાબ હોવા છતાં ય ફળ સારું જ મળે. • અધ્યવસાય અશુભ-અશુદ્ધ, તો ક્રિયા સારી હોવા છતાં ય ફળ ખરાબ જ મળે. દૃષ્ટાન્ન-પ્રસન્નચંદ્ર રાજર્ષિની બાહ્ય ક્રિયા ઘણી સરસ ! એક પગ ઉપર બીજો પગ રાખીને કાઉસ્સગ્નમાં ઉભા છે, બંને આંખો સૂર્ય સામે માંડી છે, બે હાથ ઊંચા છે.અદ્ભુત સાધનાદિયા ! પરંતુ અંદરનો ભાવ શત્રુઓ સાથે અજબ જીવનની ગજબ કહાની ૭ – *
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy