________________
શાસ્ત્રીય પદાર્થો બે પ્રકારના હોય. (૧) આજ્ઞાગ્રાહ્ય કેટલાક પદાર્થો એવા હોય કે જેમાં યુક્તિ ન મળે, શ્રદ્ધાથી સ્વીકારવાના હોય.
(૨) યુક્તિગ્રાહ્ય કેટલાક પદાર્થો એવા હોય કે જે યુક્તિ દ્વારા એકદમ વ્યવસ્થિત સમજી શકાય.
જે કોઇ યુક્તિગ્રાહ્ય પદાર્થો વર્ણવે, એ આપણને એકદમ તર્કસંગત લાગે, તો એમાં તાત્તિ કરવાનું. પરંતુ આજ્ઞાગ્રાહ્ય પદાર્થોમાં (તહત્તિ કરવામાં વક્તા) ગીતાર્થ હોય, તો વાંધો ન આવે.
હા ! ગીતાર્થ-સંવિગ્નનું પણ વચન પદાર્થોમાં અસ્પષ્ટ હોય, તે અંગે ખુલાસો કરી સ્પષ્ટતા કરી પછી તત્તિ કરવું.
પ્રશ્ન ઃ તહત્તિ કહેવાનો ફાયદો શું ? ઉત્તર : ઉપદેશકની અનુમોદના. • સમ્યક્ત્વની વિશુદ્ધિ.
બીજાઓ પણ ‘તહત્તિ' કરતા શીખે...વગેરે અનેક લાભો થાય. (૪) આવસહિ ઃ સંયમી ગોચરી, પાણી, સ્થંડિલભૂમિ, વિહાર, પ્રભુદર્શન આદિ આવશ્યક કાર્યો માટે, ઉપાશ્રયની બહાર ગુરુની રજા લઇને નીકળતી વખતે ‘આવસહિ’ શબ્દ બોલે એ આવસહિ !
આ એક પ્રતિજ્ઞા છે કે ‘હું બહાર નીકળીને અવશ્ય કરવાના કાર્યો જ કરીશ. બિનજરૂરી એક પણ કાર્ય કરીશ નહિ...' એટલે જો બહાર નીકળ્યા બાદ ગૃહસ્થો સાથે વાતચીત વગેરે રૂપ કોઇપણ બિનજરૂરી કાર્યો કરે, તો એને પ્રતિજ્ઞા ભંગનો દોષ લાગે.
દેરાસરમાંથી બહાર નીકળતી વખતે પણ સંયમીએ આવસહિ કરવાની છે. (૫) નિસીહિ : ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે, દેરાસરમાં પ્રવેશ કરતી વખતે, ગુરુના સાડા ત્રણ હાથના અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે ‘નિસીહિ’ શબ્દ બોલવો, એ નિસીહિ સામાચારી કહેવાય.
નિષેધ
=
પાપવ્યાપારોનો નિષેધ...
નિસીહિ પ્રશ્ન : ગૃહસ્થો માટે આ શબ્દ બરાબર છે. પણ સંયમીઓ તો પાપ વ્યાપાર કરતા જ નથી. તો પછી એમને ક્યા પાપવ્યાપારનો ત્યાગ કરવાની પ્રતિજ્ઞારૂપ નિસીહિ શબ્દ બોલવાની જરૂર છે ?
=
૫૪
· જૈન સાધુ જીવન...