________________
હું = અત્યારે ઉપશમભાવથી એ પાપને હું ઓળંગી જાઉં છું. જો મિચ્છા મિ દુક્કડું સાચું હોય તો • એ પાપ ફરી ક્યારેય ન થાય, - ધારો કે થાય તો પણ એની તીવ્રતા, એનું સ્વરૂપ ઘટી જાય. • એ પાપ પહેલા વારંવાર થતું હોય, એને બદલે એ પાપ હવે લાંબા કાળે થવા લાગે... • પાપ પ્રત્યે લગાવ ન રહે, ખેદ-અજંપો રહે.
જેને આવું કંઇ જ ન થાય, પાપો એમ ને એમ ચાલુ જ રહે, એનું મિચ્છામિ દુક્કડ નકામું જાણવું. સંયમી રોજ પ્રતિક્રમણ કરે છે, એ મિચ્છાકાર સામાચારી છે....પણ એ ભાવ વિના માત્ર વિધિ કરવારૂપ જ જો થાય, જો પાપ ન ઘટે તો પ્રતિક્રમણ વિશેષ લાભ ન કરે. હા ! એટલો સમય અન્ય પાપ ન થાય, એટલો ફાયદો ખરો.
(૩) તથાકારઃ ગુરૂ શાસ્ત્રીય પદાર્થોની પ્રરૂપણા કરે, એ વખતે “તહત્તિ' બોલવું એ તથાકાર સામાચારી !
તક્ષત્તિ = “તથા'
આપની વાત બરાબર છે, મને એમાં વિશ્વાસ છે...એવો અર્થ થાય. આમાં શાસ્ત્રીય પદાર્થોની પ્રરૂપણા કરનારા અનેક પ્રકારના હોય.
(૧) ગીતાર્થ + સંવિગ્ન + ઉપયોગપૂર્વક બોલનારા.. (૨) ગીતાર્થ + અસંવિગ્ન + અસંવિગ્નપાક્ષિક (૩) ગીતાર્થ + અસંવિગ્ન + સંવિગ્ન પાક્ષિક (૪) અગીતાર્થ + અસંવિગ્ન. આમાં નં. ૧ ના વચનમાં તો તહત્તિ કરવાનું જ છે....
નં. ૩ જો કે અસંવિગ્ન = શિથિલાચારી છે. પણ એનો મુખ્ય ગુણ એ છે કે એ સંવિગ્નોનો = આચારસંપન્ન મહાત્માઓનો = સુસાધુઓનો કટ્ટર અનુરાગી છે.એટલે એ ખોટી પ્રરૂપણા ન કરે, પોતાનો બચાવ કરવા ખોટી રજુઆત ન કરે..માટે એના વચનમાં પણ તહત્તિ કરવાનું જ. :
અજબ જીવનની ગજબ કહાની
[૫૩]–