________________
બીજી વાત એ કે ધારો કે કોઇ કામ ન સોંપે, તો પણ સંયમીને એમ લાગે કે “એનું કામ બગડી જશે...... તો સામેથી એની પાસે જઈને કામની માંગણી કરવી..એમ કામ બગડવાનું ન હોય તો પણ જો ભક્તિ કરવાનો ઉલ્લાસ પ્રગટ થાય, તો પણ કામની માંગણી કરવી.
આ દરેક વખતે “હું મારી ઇચ્છાથી-ઉત્સાહથી કરીશ.” વગેરે બોલવું એ ઇચ્છાકાર સામાચારી !
ગુરૂ પોતાના શિષ્યોમાં ભક્તિ-વૈયાવચ્ચેના સંસ્કાર પડે, એ માટે કામ સોંપે શિષ્ય આળસુ હોય, તો જરાક બળ વાપરીને પણ કામ સોંપે..સાવ જ અપાત્ર જેવો હોય, સાવ ઉંધુ પડતું હોય, તો એની ઉપેક્ષા કરે...સુપાત્ર શિષ્ય કામ કરવાનું ભૂલી જાય, અથવા કામમાં ગરબડ કરી બેસે...તો ગુરુ એને ઠપકો પણ આપે. કેમકે જેમ કોઇના સારા કામની પ્રશંસા કરવાથી એનો કામ કરવાનો ઉત્સાહ વધે, તેમ કોઇની ભૂલની સખત નિંદા-ટીકા કરવાથી એ ભૂલ ફરી ન કરવાનો પણ ઉત્સાહ જબરદસ્ત વધી જાય...હા ! એ સુપાત્ર હોવો જોઇએ.
(૨) મિચ્છાકારઃ સંયમીની ઇચ્છા છે ભૂલ વિનાનું સંયમ પાળવાની ! પરંતુ અનાદિ કુસંસ્કારો, પ્રમાદ, કુકર્મો વગેરેને કારણે સંયમી પણ નાનીમોટી ભૂલો કરી બેસે, કરી બેસે..એ ભૂલોની પરંપરા ન ચાલે, એના જૂના સંસ્કારો ખતમ થાય, નવા ન પડે એ માટે એક સરસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મિચ્છાકાર સામાચારીની !
મિચ્છા મિ દુક્કડું બોલવું એ મિચ્છાકાર
આના એક-એક અક્ષરનો જે અર્થ કરવામાં આવ્યો છે, એમાં પૂરો ઉપયોગ રાખીને બોલવાનું છે. તો જ એ સાચું, વાસ્તવિક ફળ આપનાર બની શકશે. નિ = કાયાની નમ્રતા, મનની નમ્રતા = મૃદુતા.
છા = એ દોષોને ફરીન સેવવા, એ જ ભાવથી (ભવિષ્યમાં) પુનઃ ન આચરવા = છાદન. નિ = વર્તમાનમાં પણ પાપત્યાગ કરીને મર્યાદામાં આવી જવું. ૩ = પાપ કરનારા આત્માને નિંદુ છું. % = પાપ કર્યું છે એનો હાર્દિક સ્વીકાર ! કોઇ જ બચાવ નહિ..
—ન પર છે —જેન સાધુ જીવન..