SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આવા આવા વિશેષ કારણો આવી પડે, ત્યારે સંયમી બીજા નાના સંયમીને વિનંતિ કરે કે “આપ મારું આ કામ કરી આપશો ? આપની ઇચ્છા = ઉલ્લાસ = ઉમંગ = ઉત્સાહ છે ને ? મારે આવું કારણ આવેલું છે. આ જે અત્યંત નમ્ર ભાષા એ જ ઇચ્છાકાર સામાચારી ! “મારે બીજું કામ છે, માટે તમે આ કરી લેજો....” એમ કોઇને પણ આદેશ તો ન જ કરાય. પ્રશ્નઃ આવું શા માટે કરવાનું ? ઉત્તર : કોઇને એમ ન લાગે કે “મારા પર બળજબરી કરવામાં આવે છે એટલે બંને પક્ષે પ્રસન્નતા જળવાય. • સામેવાળાને કામ કરવાનો ઉત્સાહ જાગે. • બીજા પણ જેઓ આવી ભાષા સાંભળે, તેઓને સંયમધર્મ પ્રત્યે બહુમાન થાય. • પોતાનામાં પણ નિષ્ફરતા-કડવાશ ન આવે, બીજા પાસે બળથી કામ કરાવવામાં નીચગોત્ર બંધાય, નોકર બનવું પડે. એ વસ્તુ અહીં ન બને.• નમ્રતા વગેરે ગુણોનો વિકાસ થાય. • પરસ્પર સંકુલેશ ન થાય. હવે જેને કામની વિનંતિ કરાય, એણે શું કરવું ? એ જોઇએ. • એણે કામની ના નહિ પાડવાની... • કામ સ્વીકારવામાં ય મોટું નહિ બગાડવાનું... • “તમે મને આટલું કરી આપશો' ઇત્યાદિ શરત પણ નહિ કરવાની. • પણ “હું અવશ્ય આપનું કાર્ય મારી ઇચ્છાથી કરીશ, મને આનંદ થશે. આપનો લાભ મળશે”..ઇત્યાદિ શબ્દો બોલવા. પ્રશ્નઃ આનો શું લાભ? ઉત્તર ઃ કામ સોંપનારાને આનંદ થાય કે “આ ઉત્સાહથી કામ કરે છે.' • બીજીવાર કામ સોંપવાનું મન થાય, આ રીતે વારંવાર ભક્તિનો લાભ મળે. • પરસ્પરનો લાગણીભાવ વૃદ્ધિ પામે.. - બીજાઓને પણ શીખવા મળે કે “કોઇ કામ સોંપે, ત્યારે આપણે સામે કેવો ઉત્સાહ બતાવવો.” એક વાત એ કે કામ સોંપતા પહેલા ગુરુની-વડીલની રજા લેવી જ પડે, એમ કામ સ્વીકારનારાએ પણ ગુરુ-વડીલને જણાવ્યા બાદ કામ કરવું. અજબ જીવનની ગજબ કહાની ન પ૧ — —
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy