________________
દસવિધ ચક્રવાલ સામાચારી.
ગાડાના ચક્રમાં = પૈડામાં લાકડાના આઠ-દસ આરાઓ હોય. આ ચક્ર જેમ જેમ ફરતું જાય, તેમ તેમ વારાફરતી એ આરાઓ પણ ફરતા જાય..એમ જેમ જેમ દિવસ-રાતનો સમય પસાર થતો જાય, તે તે અવસર ઊભો થતો જાય, તેમ તેમ વારાફરતી અમુક અમુક ચોક્કસ આચારોનું પાલન કરવાનું થાય. આ જ ચક્રવાલ સામાચારી કહેવાય છે.
સુંદર મજાના આચારો એનું નામ સામાચારી !
પણ સામાચારીનું બીજું સ્વરૂપ એ છે કે દરેક ગચ્છના પોતપોતાના અલગ પ્રકારના આચારો ! એટલે જ એવું બોલાય-સંભળાય છે કે “અમારા ગચ્છની સામાચારી આ પ્રમાણે છે.” પ્રસ્તુત સામાચારી એવી નથી. આ દસ સામાચારી દરેકે દરેક સંયમીએ પાળવાની છે.
(૧) ઇચ્છાકારઃ સંયમી માટે એક વિશેષણ વાપરવામાં આવ્યું છે, સ્વયંવાસીતપોવના દુકાનમાં ગાદી-તકીયે બેસનારો શેઠ કશું કામ ન કરે, એ તો પોતાના નોકરોને આદેશ કરે “પાણી લાવો, ચા લાવો...” સંયમી પણ મોટો શેઠ છે, પણ એના દાસ કોણ ? એ પોતે જ ! એણે દરેક કામમાં પોતાની જાતને જ આદેશ કરવાનો અને એ દાસ = સ્વયં પોતે જ બધું કામ કરે.
આશય એ કે સંયમીએ પોતાના તમામ કાર્યો જાતે જ કરવાના છે, ગૃહસ્થોને તો નહિ જ, પણ મોટા-નાના સહવર્તી સાધુઓને પણ એ કાર્યો સોંપવાના નથી. પરંતુ
એ કામ આવડતું ન હોય.દા.ત. નૂતન દીક્ષિતને કાપ ન આવડેવસ્ત્ર સીવતા ન આવડે.
એ કામ કરતા વધુ અગત્યનું કામ આવી પડે અને એ પાછું બીજું કોઈ કરી શકે એમ ન હોય..
દા.ત. બપોરે ગોચરી જવાનું હોય, એ જ સમયે ગુરુ અને માથાનું માલિશ કરવા બોલાવે, એને જ એ માલિશ બરાબર ફાવતું હોય..
દ
{ ૫૦ છે
– જૈન સાધુ જીવન...