SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ એક વધુ મુહપતી રાખી તે ભટક્યા ભવમાંહે, મહાનિશીથવચને ભવભીતા, રહે અપરિગ્રહ રાહે.... ધન તે...૯૫ બ્રહ્મઘાતી છે કોમળ વસ્ત્રો, વળી સુખશીલતા પોષે, જીર્ણ-મલિન-ધૂળ-અલ્પમૂલ્યના વસ્ત્રોથી રહેતા હોંશે. ધન તે...૯૬ ખણવા કાજે એક તણખલું કરકંડુ મુનિ રાખે, તો યે ત્રણ પ્રત્યેકબુદ્ધનો મીઠો ઠપકો ચાખે........ ... ધન તે...૯૭ આગ લાગે તો સવિ ઉપધિ સહ નિકળતા ક્ષણ લાગે, વિણમાંગે પણ મળતી વસ્તુ નિષ્પરિગ્રહી ત્યાગે.......... ધન તે..૯૮ કાનમાં પડતા ધગધગતા સીસાના રસમ જાણે, આત્મપ્રશંસા પરનિંદાના વચનો ન ધરતા કાને. . ધન તે...૯૯ સકલ વિશ્વને કામણગારી નિઃસંગતા નિર્ધારે, સ્વપ્ન પણ તૃણમાત્ર પરિગ્રહ કરતા બહુ જાય ધારે... ધન તે..૧૦૦ (૧૦) તપ પર ઉપકાર કાજે પણ મુનિવર સ્વાધ્યાય ઉવેખે, ગચ્છાચારે નિત્ત્વો જાણી સ્વાધ્યાયે મન રાખે............ ધન તે...૧૦૧ પત્રવણાદિક પાઠ કરે ગચ્છાધિપતિ પણ રાતે, શાસ્ત્રવચન જાણી પળ પણ ન બગાડે ફોગટ વાતે... ધન તે...૧૦૨ યોગ અસંખ્યા જિનશાસનમાં મુક્તિપદ દેનારા, સર્વશ્રેષ્ઠ સ્વાધ્યાયયોગ મલધારીજી કહેનારા.......... ધન તે....૧૦૩ વૈિયાવચ્ચેથી સ્વાધ્યાયાદિક શક્તિપાચન કરતા, તે જ મુનિ જિનશાસનની સાચી સેવાને કરતા.........ધન તે..૧૦૪ વૈયાવચ્ચથી ગ્લાનવૃદ્ધ આદિને શાતા આપે, જીવનસમાધિ મરણસમાધિ તે શાશ્વતસુખને માપ.... ધન તે..૧૦૫ તીર્થકરપદવીનું કારણ વૈયાવચ્ચ જે કરતા, શાસ્ત્ર પ્રમાણે સ્વાર્થ છોડીને તે મુનિવરદુર્લભતા... ધન તે..૧૦૬ બાવીસજિન નિર્વાણકાળે પણ માસક્ષપણતપધારી, નિરાહાર બનવાની સાધના આહાર ત્યજી મુનિ ધારી. ધન તે...૧૦૭ દેવો કેસરમિશ્રિતજલથી દીક્ષોત્સવ મુજ કરતા, લોચથી વહેતી રુધિરની ધારા જોઇ આનંદને વરતા. ધન તે...૧૦૮ અજબ જીવનની ગજબ કહાની ૪૯ – ૫ ”
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy