________________
બધી જગ્યાએ ગોચરી જવાનું થતું. એમાં ખરાબ માણસો ક્યાંક કશુંક કરી બેસે તો ? તો મુશ્કેલીનો પાર નહિ. ત્રણ સાધ્વીજી એક સાથે હોય, તો એવી વિશિષ્ટ પદ્ધિતિથી ગોચરી વહોરે કે ઘસ્ની અંદર કે ઘરની બહાર ક્યાંય એકલા યુવાન સાધ્વીજી કોઇપણ અણગમતી બાબતનો ભોગ ન બને.
સાધુમાં સંઘાટક = બે જણ. સાધ્વીજીમાં સંઘાટક = ત્રણ જણ.
(૩) માસકલ્પઃ સાધુએ શેષકાળમાં ૧ સ્થાને ૧ માસ જ રોકાવું, વધુ નહિ. એ રીતે આઠ સ્થાનમાં આઠ માસ પસાર કરવા, એ એમનો માસકલ્પ આચાર !
સાધ્વીજીઓએ રોષકાળમાં ૧ સ્થાનમાં બે માસ રોકાવું, એ રીતે ચાર સ્થાનમાં આઠ માસ પસાર કરવા. આ જ એમનો માસકલ્પનો આચાર !
આવું શા માટે ? તેના કારણો.
સાધ્વીજીઓને બ્રહ્મચર્ય સુરક્ષા માટે કેવા પ્રકારના ઉપાશ્રયસ્થાન જોઇએ, એ એકંદરે ઘણા દુર્લભ ! સાધુઓને ગમે તેવા સ્થાન ચાલી રહે, સાધ્વીજીઓને નહિ. એટલે સ્થાન જ ઓછા હોવાથી એમને ૧ સ્થાનમાં બે માસની આજ્ઞા કરવામાં આવી.
એક સ્થાનથી બીજા સ્થાનમાં જવાનું હોય, તો સાધ્વીઓને વિહારનો પણ મોટો પ્રશ્ન ! રસ્તામાં બ્રહ્મચર્યની સુરક્ષા બાધિત થાય..એટલે એમને માટે તો વિહાર ઓછા હોય, એ જ સરસ ! એ માટે એમનો માસકલ્પ બે માસનો ગોઠવાયો છે. જેથી ચાર જ વાર વિહાર કરવાનો આવે, એટલે ૫૦% જોખમ તો એની મેળે જ ઘટી જાય.
(૪) સ્પંડિલભૂમિઃ સાધુ માટે અનાપાત-અસંલોક સ્થાનમાં વડીનીતિલઘુનીતિ જવાનું વિધાન છે. અનાપાત = જ્યાં કોઇ નજીકમાં અચાનક આવી ન ચડે, અસંલોક = જ્યાં કોઈ જોતું ન હોય..
હવે આવું સ્થાન તો નિર્જન જ હોય.
સાધ્વીજી જો આવી જગ્યાએ જતા હોય, તો કોઇક વિકારી પુરૂષ નિર્જનતાનો લાભ લઇને ઉપદ્રવ કરી બેસે. એટલે સાધ્વીજીઓએ આપાત +
જ
ન
૯૮
– જૈન સાધુ જીવન...