________________
પદ વિભાગ-સામાચારી
उच्च સંયમ લેવા માત્રથી તો બધા દોષો ખતમ ન જ થઇ જાય ને ? એ માટે તો ઘોર સાધના કરવી પડે. એ સાધના કરતા કરતા નાના-મોટા દોષો પ્રાય લાગવાના જ. દુશ્મન સાથેના વિરાટ યુદ્ધમાં સૈનિકને એકપણ ઘા ન જ લાગે. અને જીતી જઇએ..એ આદર્શ રૂપે બરાબર છે, પણ શક્યતારૂપે નહિ, એ યુદ્ધમાં સૈનિકને ઘા લાગે, એ દૂર કરવા મલમપટ્ટા કરવાના..સાજા થઇને બમણા જોરથી લડવાનું.
એમ સંયમજીવન એ કુકર્મો-કુસંસ્કારો સામેનું એક મોટું યુદ્ધ છે, એમાં સંયમીને નાના-મોટા દોષો લાગી પણ જાય..પણ એની શુદ્ધિ કરી લઇને બમણા જોરથી સાધના કરવાની, પાછા નહિ પડવાનું એ શુદ્ધિ માટે મલમપટ્ટા જેવા છે દસ પ્રાયશ્ચિત્તો ! આ જ પ્રસ્તુત સામાચારી છે.
મુખ્યત્વે છેદગ્રન્થોમાં આ દસ પ્રાયશ્ચિત્તોનું વિસ્તારપૂર્વક વર્ણન જોવા મળે છે.
આપણે અહીં ટુંકમાં આ સામાચારીનું સ્વરૂપ સમજીએ. ૧) આલોચનાઃ સદ્ગુરૂને પોતાનો અપરાધ કહેવો તે. ૨) પ્રતિક્રમણ પોતાના અપરાધ બદલ મિચ્છા મિ દુક્કડમ્ બોલવું તે. ૩) તદુભયઃ ઉપરના બંને આચરવા તે. ૪) વિવેક દોષિત વસ્તુ ઉચિત સ્થાને પરઠવી દેવી તે..
૫) કાયોત્સર્ગ ઃ તે-તે ધર્મમાં લાગેલા અતિચારના નિવારણ માટે અથવા ? ૧/૧૫ દિવસ કે ૪/૧૨ મહિનામાં લાગેલા અતિચારના નિવારણ માટે અલગ-અલગ પ્રમાણના લોગસ્સનો કાઉસગ્ન કરવા તે.
૬) તપ : દોષોની શુદ્ધિ માટે છેક ૧૮૦ ઉપવાસ સુધીનો તપ (વર્તમાનમાં ગીતાર્થોને જે ઉચિત લાગે, તેવા પ્રકારનો તપ..)
૭) છેદઃ તપથી જે દોષની શુદ્ધિ થઇ ન શકે, તેવા દોષ વખતે સંયમીના કુલ ચારિત્ર પર્યાયમાંથી દોષને અનુસાર કેટલાક સંયમ પર્યાયનો
અજબ જીવનની ગજબ કહાની
–
૭૫
–