________________
કાપ કરવો, ઘટાડો કરવો...
૮) મૂલઃ મોટો દોષ સેવાયો હોય, તો સંપૂર્ણ દીક્ષા પર્યાય રદ કરીને ફરીથી વડી દીક્ષા આપવી તે.
(૯) અનવસ્થાપ્ય વધુ મોટા દોષમાં અમુક તપ કરાવડાવીને, ત્યારબાદ વડદીક્ષા આપવી તે.
(૧૦) પારાંચિકઃ ગચ્છમાંથી બહાર કાઢી, અમુક તપાદિ કરાવડાવ્યા બાદ પુનઃ ગચ્છમાં લઇ વડી દીક્ષા આપવી...
આ દસેય પ્રાયશ્ચિત્તનો વિસ્તાર શ્રી વ્યવહાર સૂત્ર પીઠિકા +યતિજીતકલ્પ આદિ ગ્રન્થોમાંથી જાણવા મળે છે.
આમાં પ્રતિક્રમણ સિવાય પ્રાયઃ દરેક પ્રાયશ્ચિત્તમાં આલોચના તો આવે જ, ગુરૂ પાસે નિખાલસ હૈયે પોતાના તમામ પાપો રજુ કરવા એ ઘણો મોટો અગત્યનો આચાર છે.
એ આલોચનાની વિધિ શું છે ? એ જોઇ જઇએ...
ગીતાર્થ મહાત્મા જ આલોચના સાંભળી શકે, ભલે પછી એ નાના હોય કે મોટા !
* આ આલોચના (૧) ચતુષ્કર્ણા (૨) બકર્ણા (૩) અષ્ટકર્ણા એમ ત્રણ પ્રકારની હોય. . (૧) ચતુષ્કર્ણા : જ્યારે સાધુ સાધુ પાસે કે સાધ્વી સાધ્વી પાસે આલોચના કરે, ત્યારે એ બે જણના ચાર જ કાન સાંભળતા હોવાથી આ આલોચના ચતુષ્કર્ણા કહેવાય છે.
(૨) બટુક : જ્યારે યુવાન | વૃદ્ધ સાધ્વીજી વૃદ્ધ ગીતાર્થ પાસે આલોચના કરે, ત્યારે એ વૃદ્ધ ગીતાર્થ ભલે એકલા સાંભળે, પણ આલોચના કરનારી સાધ્વીજીની સાથે તો અવશ્ય બીજા સાધ્વીજી હોવા જરૂરી જ છે. એટલે બે સાધ્વીજી + વૃદ્ધ ગીતાર્થ...એમ ત્રણ વ્યક્તિના છ કાન આલોચના સાંભળે.માટે એ શ્વકર્મા
હા એ બીજા સાધ્વીજી દૂર બેસે, એટલે એમને સ્પષ્ટ કશું ન સમજાય, માત્ર ગણ ગણ જેવું લાગે, બંનેના મુખના હાવભાવ જોઇ શકે.
—
—- ૭૬
– જૈન સાધુ જીવન...