SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ (૩) અષ્ટકર્ણાઃ જ્યારે યુવાન | વૃદ્ધ સાધ્વીજી યુવાન ગીતાર્થ પાસે આલોચના કરે, ત્યારે યુવાન ગીતાર્થ પાસે પણ એક સાધુ હોવા જરૂરી છે. એ દૂર બેસે. સ્પષ્ટ રીતે ન સાંભળી શકે..પણ બરાબર દેખરેખ રાખે, આ વખતે ચાર જણના આઠ કાન થવાથી અષ્ટકર્તા આમાં સાથે આવનાર સાધ્વીજી કે આ બાજુ સાથે રહેનાર સાધુ ગંભીર, પરિણત, દઢ મનોબળવાળા અને કંઇપણ અકાર્ય થતું લાગે તો અટકાવવાના સત્ત્વવાળા જોઇએ. મૂળ વાત એટલી જ કે બ્રહ્મચર્યની સુરક્ષા થવી જ જોઇએ, એ રીતે જ આલોચના કરવાની. જો આલોચના કરવા જતાં બ્રહ્મચર્યને બાધા પહોંચે, તો નફા કરતા નુકસાન વધી જાય. પ્રશ્ન ઃ આ આલોચના ક્યારે કરવાની ? ઉત્તર : રોજ બંને ટાઇમના પ્રતિક્રમણમાં સામાન્યથી તો આલોચના કરીએ જ છીએ. એ ઉપરાંત વિશેષ દોષ લાગે, તો તરત જ આલોચના કરવી. પખિ-ચોમાસ-સંવત્સરીએ પણ ૧૫/૧૨૦/૩૬૦ દિવસના અપરાધોને યાદ કરી કરીને વ્યવસ્થિત આલોચના કરવી... આ કામ છત્રીસગુણવાળા આચાર્ય પણ કરવાનું છે, તો સામાન્ય સંયમીઓએ તો અવશ્ય કરવાનું જ ! નબળા કાળમાં ચારિત્રને ટકાવવાનું-વધારવાનું કામ મુખ્યત્વે આ પ્રાયશ્ચિત્ત દ્વારા જ થઇ શકે છે, માટે આત્માર્થી સંયમીઓ એમાં ઉપેક્ષા કરતા નથી. સાધુએ આયંબિલ દ્વારા મેળવવાની થતી સાતમાંડલી (૧) સુત્ર (૨) અર્થ (૩) ભોજન (૪) કાલગ્રહણ ) - આ સાતે વસ્તુ સામુદાયિક (૫) પ્રતિક્રમણ વ્યવસ્થાને સાચવીને કરવી (૬) સ્વાધ્યાય ( તે માંડલી. (૭) સંથારો અજબ જીવનની ગજબ કહાની - ૭૭ ] –
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy