SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ (ગોચરી-પાણી અંગેના ૪ર દોષો + પાંચ દોષો)) મોક્ષ એ જ સંયમીનું એકમાત્ર લક્ષ્ય છે, એ મેળવવા માટે રત્નત્રયી અત્યંત આવશ્યક છે. એને માટે શરીર નીરોગી, સશક્ત હોવું જરૂરી ! રોગી કે અશક્ત શરીરવાળો સંયમી પ્રાયઃ રત્નત્રયીની આરાધના કરી શકતો નથી. હવે જો શરીરને ટકાવવું હોય તો એને પોષણ આપવું જ પડે, એટલે કે એને ખાવા-પીવાનું આપવું પડે. આ ગોચરી-પાણી મેળવવામાં વિરાધનાઓ ન થાય, જીવહિંસા-શાસન હિલનાદિ દોષો ન લાગે, એ માટે પૂર્વમહર્ષિઓએ ૪ર દોષો દર્શાવ્યા છે કે આ દોષો ન લાગે, એ રીતે ગોચરી-પાણી લેવા. એનું વિસ્તારથી વર્ણન પિંડનિર્યુક્તિ આદિ ગ્રંથોમાં કરેલું છે. અહીં આપણે એનો સાર જ જોશું. એ ૪૨ દોષોના ત્રણ વિભાગ પાડી દેવામાં આવ્યા છે. (૧) ૧૬ ઉગમ દોષો. (૨) ૧૬ ઉત્પાદન દોષો. (૩) ૧૦ એષણા દોષો. જે દોષો શ્રાવકો દ્વારા ઉત્પન્ન થાય છે, એ ૧૬ ઉદ્ગમ દોષો ! જે દોષો સાધુ દ્વારા ઉત્પન્ન થાય છે, એ ૧૬ ઉત્પાદન દોષો ! જે દોષો ગોચરી વહોરવાના સમયે જ ઉત્પન્ન થાય છે, અને એમાં ય અમુક સાધુ દ્વારા અને અમુક શ્રાવક દ્વારા થાય છે...એ ૧૦ એષણા દોષો ! દરેકનું એક એક દૃષ્ટાન્ત જોઇ લઇએ. શ્રાવક સંયમી માટે રસોઇ બનાવે આ આધાકર્મી. પરિવાર + સંયમી માટે રસોઇ બનાવે આ મિશ્ર, વગેરે દોષો ઉગમ દોષો ગણાય. ૧૬ દોષોનો સાર એટલો આપી શકાય કે જેમાં શ્રાવક સંયમીને માટે એવી કોઇપણ પ્રવૃત્તિ કરે કે જેમાં અલ્પ પણ હિંસા થાય, તો એ સંયમીને ન ચાલે. એકલા સંયમી માટે ન કરે, પણ આખા સંઘ માટે કરે, કે સંસારત્યાગીઓ માટે કરે...તો સંયમી પણ સંઘનો એક અંશ છે, સંસારત્યાગીઓનો એક અંશ છે.માટે એ વસ્તુમાં જે હિંસા થઇ. એનો અંશથી દોષ સંયમીને પણ લાગે. પણ માત્ર શ્રાવક-શ્રાવિકા માટે કરે, માત્ર અજૈન સંન્યાસી માટે કરે તો જ ન ૭૮ જૈન સાધુ જીવન
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy