________________
એટલો સમય સ્વાધ્યાય કરવો.
ચોથો પ્રહર શરુ થાય, એટલે ઉપધિ-પાત્રાદિનું પડિલેહણ...એ પછી સ્થંડિલ-માત્રુ પરઠવવા માટેની વસતિ જોવી...એ પછી પ્રતિક્રમણ...પછી સ્વાધ્યાય... રાત્રિનો પ્રથમ પ્રહર પૂરો થાય, ત્યાં સુધી સ્વાધ્યાય કર્યા બાદ સંથારો કરી દેવો.
આ એકદમ ટુંકમાં વિધિ દર્શાવી.
આમાં વર્તમાનકાળમાં અનેક કારણોસ૨ ઉપ૨ની વ્યવસ્થામાં થોડો ઘણો ફેરફાર પણ જોવા મળે છે...છતાં જો એ પુષ્ટ કારણોસર હોય, તો એને અપવાદરૂપે માન્ય જ રાખવી.
દા.ત. નવકારશી હોય, તો ત્રણ ટાઇમ પણ વાપરવાનું થાય... પ્રભુદર્શન વહેલા / પહેલી પોરિસી બાદ પણ કરવાના થાય. સાંજનું પ્રતિ. શ્રાવકોની સાથે ક૨વાનું હોય, તો એમનો સમય સાચવવા મોડું પણ કરવાનું થાય. સ્થંડિલભૂમિ ગમે તે સમયે પણ જવાનું બને. ગૃહસ્થોને નિત્ય વ્યાખ્યાન આપવાનું થાય...
રાત્રે સંથા૨વામાં, સવારે ઉઠવામાં સમય બદલાયા પણ કરે દિવસના પ્રથમ પ્રહરમાં પણ અર્થ પાઠાદિ થાય.
શાસ્ત્રોમાં આમ પણ તે તે દરેક આચારોના અપવાદ દેખાડ્યા જ છે, છતાં પૂર્વકાળ કરતા આજે એનું સેવન વિશેષથી કરવામાં આવે છે...ઘણા આચારો વર્તમાન પરિસ્થિતિને કારણે ફે૨વાઇ ગયેલા છે, માટે આ જણાવવું જરૂરી છે.
એક વાત એકદમ ચોખ્ખી કરી લેવી કે
આચારમાં ફેરફાર થાય, એનો વાંધો નથી...પણ એની એકમાત્ર શરત એ છે કે ગીતાર્થ સંવિગ્ન મહાત્માની એમાં સંમતિ હોવી જોઇએ...જો એ ન હોય, તો આચાર બદલી અપવાદ ન બને, પણ ખોટી અનવસ્થા જ બની રહે, અને સંયમીને પ્રમાદ-ઉપેક્ષાદિનો દોષ લાગે જ.
૭૪
· જૈન સાધુ જીવન...