________________
ܒܡܫ
રોજીંદી ક્રિયાઓ સ્વરૂપ ઓઘ સામાચારી
વાણિયાની આરાધનાથી પ્રસન્ન થયેલા ભૂતડાએ શરત બાંધી કે ‘હું તારા તમામ કામ કરીશ, પણ હું જો નવરો પડ્યો, તો તને મારી નાંખીશ. તારે મને સતત કામ આપ્યા જ કરવાના.' વાણિયો થોડાક જ દિવસોમાં કામ આપી-આપીને થાક્યો કેમકે આપેલા બધા કામ જ થઇ ગયા. છેવટે એણે એક સીડી મંગાવીને ભૂતને કહી દીધું કે ‘બીજું કોઇ કામ ન સોંપુ ત્યાં સુધી આ સીડી પર ચડ-ઉતર કરવું એ જ તારું કામ !'
પ્રસ્તુતમાં મન ભૂત જેવું છે, એને સતત કામ સોંપવું જ પડે, નહિ તો એ ખોટા રસ્તે ચડી જઇને આત્માને જ ખાઇ જાય.
શાસ્ત્રકાર મહર્ષિઓએ સંયમી માટે ચોવીશ કલાકની એવી તો કાર્યવ્યવસ્થા ગોઠવી દીધી છે, કે સંયમીનું મન નવરું પડે જ નહિ. એમાં સ્વાધ્યાય સીડી જેવો છે, જ્યારે બીજું કંઇ જ કામ ન હોય, ત્યારે સ્વાધ્યાય જ કરવાનો. વળી તમામ યોગો એવા છે કે જે જીવને કર્મનિર્જરાદિ કરાવી આપવા દ્વારા મોક્ષની પ્રાપ્તિ કરાવે.
આ પ્રકરણમાં સંયમીના રોજીંદા આચારોનું વર્ણન કરશું.
રાત્રિનો છેલ્લો પ્રહર બાકી હોય, ત્યારે ઊઠી જવાનું...ખરાબ સ્વપ્ન આવ્યું હોય, તો એનો કાઉસ્સગ્ગ કરી લેવાનો, પછી સ્વાધ્યાય.
યોગ્ય સમયે પ્રતિક્રમણ, ત્યારબાદ તમામ ઉપધિનું પડિલેહણ ! છેલ્લે દાંડો પડિલેહણ કરતી વખતે સૂર્યોદય થાય...અંદાજે એ રીતે જ પ્રતિક્રમણ + પડિલેહણ શરૂ કરવાના, જેથી પડિલેહણ પ્રકાશમાં થાય.
એ પછી ગુરુને વંદન કરી દિવસનો પહેલો પ્રહર ગાથાઓ ગોખવાની. પોણો પ્રહર થાય, એટલે પાત્રાનું પ્રતિલેખન કરવું.
બીજા પ્રહ૨માં અર્થનો પાઠ ! ગુર્વાદિ પાસે વાચના ! અર્થો ભણાવવા...શાસ્ત્રો વાંચવા...વગેરે.
ત્રીજા પ્રહરમાં પ્રભુદર્શનાદિ કર્યા બાદ ગોચરી જવાનું, ગોચરી વાપરવાની, એ પછી સ્થંડિલ જવાનું...એ પછી જેટલો સમય બાકી હોય,
અજબ જીવનની ગજબ કહાની
૭૩