________________
અથવા લોકવ્યવહારમાં જે રીતે મનાય છે, એ રીતે (સંજ્ઞાદિ કરવાનીeઇશારો કરવાની છૂટ, પણ) જીભથી કશું ન બોલવું એ વાગ્રુપ્તિ ! અલબત્ત આમાં ઇશારા વગેરેમાં વાંધો ગણાતો નથી. (૮) કાયગુપ્તિઃ ૩પછSu, વાયોત્સનુષો મનેઃ |
સ્થિરમાવશરીર વયિતિર્નિાદ્યતે || જ્યારે મુનિ કાયોત્સર્ગમાં હોય, ત્યારે ગમે એવા ઉપસર્ગો આવે તો પણ લેશ પણ હલનચલન ન કરે, એકદમ સ્થિર જ રહે.એ એમની કાયગુપ્તિ કહેવાય.
પ્રશ્નઃ આ આઠમાં સૌથી શ્રેષ્ઠ કોણ ?
ઉત્તર : બધી જ માતા પોત-પોતાના અવસરે શ્રેષ્ઠ જ છે, છતાં વિશાળગચ્છમાં રહેનારા મુનિઓને અનેક પ્રકારની શુભ પ્રવૃત્તિઓ અત્યંત આવશ્યક હોવાથી તેઓને સમિતિઓનું આચરણ વારંવાર કરવાનું આવે. જ્યારે ગચ્છમાંથી નીકળીને વિશિષ્ટ આરાધના કરનારા જિનકલ્પી વગેરે મહાત્માઓને પ્રવૃત્તિ ઘણી ઓછી હોવાથી તેઓ મોટા ભાગે ગુપ્તિના પાલનમાં વધુ ને વધુ લીન હોય.
બીજી રીતે જોઇએ તો
આઠે ય માતામાં મનોગુપ્તિ શ્રેષ્ઠ છે, કેમકે એ અંતિમ લક્ષ્ય છેઃસાધ્ય છે, બાકીની માતાઓ મનોગુપ્તિને સાધી આપવા માટે જ છે. જો બાકીની માતાઓ મનોગુપ્તિને સાધી ન આપે, તો એ નકામી ! એ માતાઓના પાલન વખતે પણ મનોગુપ્તિ તો ચાલુ જ હોવી જોઇએ, જો મનોગુપ્તિ ચાલુ ન હોય, તો એ બાકીની માતાઓ અનુપયોગી !
આશય એ છે કે ઇર્યાસમિતિનું પાલન બહારથી ચાલુ હોય, પરંતુ અંદર મન જો બીજા વિચારોમાં હોય, તો ઇર્યાસમિતિ સાચી ન ગણાય.
ઇર્યાસમિતિ વખતે મનોગુપ્તિ તો જોઇએ જ, ભાષાસમિતિ વખતે મનોતિ તો જોઇએ જ, એષણાસમિતિ વખતે મનોગુપ્તિ તો જોઇએ જ, આદાનસમિતિ વખતે મનોગુપ્તિ તો જોઇએ જ, પારિષ્ઠાપનિકા સમિતિ વખતે મનોગુપ્તિ તો જોઇએ જ,
-
૩૮
– જેન સાધુ જીવન...