________________
વૈરાગ્યકલ્પલતા પ્રથમ સ્તબક (એમાં ય ૧૨૦ પછીની તમામ ગાથાઓ..)
પ્રશમરતિ... આમ આવા તો અનેક ગ્રન્થોના નામ આપી શકાય.
જો બિંદુનો સ્વાદ ગમ્યો હોય, અને એટલે જ મહાસાગર પીવાનું મન થયું હોય, તો ઉપર દર્શાવેલા ગ્રન્થો-પુસ્તકોનું બરાબર ચિંતન-મનન-અધ્યયનઅધ્યાપન કરવું.
છેલ્લે એક વાત ફરી ફરી યાદ કરાવી દઉં, જિનશાસનનું એક માત્ર લક્ષ્ય મોક્ષ જ છે. મોક્ષ માટે શુદ્ધ ભાવો જોઇએ જ, શુદ્ધભાવો મોટા ભાગે સુંદર મજાના આચારોથી જ પ્રાપ્ત થઈ શકે. માટે પ્રભુએ વિરાટ આચાર વ્યવસ્થા ગોઠવી છે.
પણ કાળે કાળે, ક્ષેત્રે ક્ષેત્રે, વ્યક્તિ-વ્યક્તિએ પરિસ્થિતિ બદલાય પણ ખરી જ, અને એટલે તે તે કાળે, તે તે સ્થાને, તે તે વ્યક્તિને વિશે આચારનું સ્વરૂપ પણ બદલાયા જ કરે...એમાં ક્યાંય, ક્યારેય, કદી પણ એકાંતમાં અટવાઇ જવું નહિ. અનેકાન્તવાદ રૂપ જિનશાસનને પામેલાઓએ એકાન્તવાદનો આશરો લેવો એ તો જેણે આપણને શરણ આપ્યું છે, એનું જ ખૂન કરવા જેવું થાય છે.
અનેકાન્તવાદ આપણો ઉપકારી છે, જો આપણે એકાન્તવાદ પકડનારા બનીએ, તો ઉપકારીની હત્યા કર્યાનું પાપ લાગે કે નહિ ? એ શાંતચિત્તે વિચારવું.
હા ! આ બધું જ સમજી શકવાની તાકાત સંવિગ્ન-ગીતાર્થ મહાત્મામાં હોય છે, એટલે એવા મહાત્માને સંપૂર્ણ પરતંત્ર રહેવું એ વર્તમાન તમામ સંયમીઓ માટે અત્યંત હિતાવહ છે.
માટે જ ગુરુષારતન્યમેવ રાત્રિ એવું કહેવામાં આવેલું છે.
नमो स्तु तस्मै जिनशासनाय અજબ જીવનની ગજબ કહાની - ૧૦૫] ~ ~
~