________________
સ્વાધ્યાયાદિક યોગોથી પ્રગટ્યા જે શુભ પરિણામો, તેના મારક હાસ્ય-વિકથાના, સ્વપ્ન ન કરતા કામો.... ધન તે ૬૮ અગીતારથને એક શબ્દ પણ બોલવો શાસ્ત્ર રોક્યો, શુદ્ધગીતારથ પણ કારણ વિણ, મૌનધરો અવલોક્યો. . ધન તે....૬૯ “વ્યાખ્યાતા તપસી સ્વાધ્યાયી સંયમી છું હું સાધુ', આત્મપ્રશંસા પરની નિંદા કરતા જીવન વિરાવું......... ધન તે.૭૦ મનથી વિચાર્યા વિણ બોલે, તે અસંજ્ઞી કહેવાતો, બુદ્ધિ ત્રાજવે તોલીને બોલે, તે મુનિવર મલકાતો........ ધન તે...૭૧ સાચી પણ પરપીડાકારી વાણી જુઠી ભાખી, હિત-મિત-પ્રીતિકારી વાણી સાચી જિનજીએ દાખી.. ધન તે...૭૨ માયાથી કે હાસ્યથી, ભયથી કે પરના આગ્રહથી, સૂક્ષ્મમૃષા પણ જે નવિ બોલે, વચનસિદ્ધિ સંગ્રહથી..... ધન તે...૭૩ હૈયા ચીરતા નિષ્ફર વચનો જે નિર્દય ઉચ્ચારે, કર્મરાજ જીભ છિનવી સ્થાવર નારક કરીને મારે. .. ધન તે..૭૪ હિતબુદ્ધિથી હિતકારી પણ કટુ વચન નોચ્ચારે, મૂલ્યવાન પણ સોનું અગ્નિતાપિત કોણ સ્વીકારે ?... ધન તે...૭૫ આજ્ઞાભંજક પણ જે સાધુ, સસૂત્રપ્રરૂપણાભાખી, તે ભાષા ભવ તરવા નાવડી, ધર્મદાસજીએ દાખી... ધન તે..૭૬
| (૯) સર્વસંગત્યાગ મુક્તિ કાજે સિંહ સાથે યુદ્ધ ચડવાની તૈયારી, એ વૈરાગી મનડું કરે ના વિષયસુખોની યારી. ......ધન તે...૭૭ જિનશાસન પામેલા મુનિવર તુચ્છસુખે જો રાચે, દશ અચ્છેરા ઝાંખા કરતું એ અચ્છેરું સાચે... ...... ધન તે...૭૮ નિઃસ્પૃહતાભૂષણથી શોભે નિર્મલ આતમ નેનો, શ્વાસે શ્વાસે વંદન કરતા આતમ થાય મજેનો. ... ધન તે ૭૯ વ્યાખ્યાતૃત્વ કે વિદ્વત્તા, લેખનશક્તિ કે કવિત્વ, શિષ્યભક્તભોજનસ્ત્રીસક્તને ભવમંચે નૃત્યત્વ. ....... ધન તે..૮૦
અજબ જીવનની ગજબ કહાની
- ૪૭
–