________________
આજ લગી ચમરાજે મુનિના મરણ અનંતા કીધા, ભાવસહિત જિનઆણા પાણી મોતને મહાન કીધા.. ધન તે...૫૫
(સંયમ હલકા દેવો ઇચ્છે પણ અપ્રમત્તને કદી નવિ બાધે, સંયમશક્તિ અનુપમ જોઇ સર્વપ્રમાદને કાઢે. . ધન તે..પ૬ માતાના ખોળે પોઢ્યા, બાળક નિર્ભય બની જાતા, અષ્ટમાતની ગોદે રમતા, દુર્ગતિથી ન ગભરાતા........ધન તે..પ૭ જેમ વેપારી ખોવાયા રત્નો, બારીકાઇથી શોધે, મારગમાં તેમ મુનિ જીવોને નજરે નજરે નોંધે. ......... ધન તે..૫૮ મુખવસ્ત્રિકા વિણ ભાષક ઘાતક ષટ્યાયનો ભાખ્યો, ના બોલે મુહપત્તી વિના તે કરુણાસાગર દાખ્યો. ધન તે...૫૯ દોષિતગોચરી શુભમતિનાશક, વિષયકષાયની જનની, સૂક્ષ્મદોષ પણ પરિહરી કરતા શુદ્ધગોચરીકરણી............ ધન તે...૬૦ પૂંજ્યા વિણ જ્યાં દંડ ગ્રતાતો, ગચ્છ તે ત્યાજ્ય ગણાય, સર્વવસ્તુ લેતા મુક તા ત્યાં જોઇ પ્રમાર્જન થાય......... ધન તે..૬૧ લઘુ-વડીનીતિ અવિધિથી કરતા શાસન હલના પામે, બોધિદુર્લભતા વિરાધના દોષથી મુનિ વિરામે.. તે..૬૨ ધરતીકંપ, દુકાળ ને યુદ્ધાદિક આપત્તિ મોટી, અસંયમકેરું ફળ જાણી, સાધે સંયમકોટી... ધન તે..૬૩ પ્રતિક્રમણાદિક સર્વક્રિયાઓ વિધિપૂર્વક જે કરતા, દેવ જેમ નાટકમાં કિરિયામાં લીનતાને ધરતા......... ધન તે ૬૪ અગણિતજીવો આ ધરતી પર ભૂખ્યા તરસ્યા સુતા, એમ વિચારી કરુણા લાવી ભીની આંખો લુંછતા......... ધન તે...૬૫
(૮) સત્ય હાસ્યને વિકથા કરતા મુનિઓ હિંદુકસુર નવિ ભાવે, ઇન્દ્રપૂજ્ય બનતા મુનિનું જીવન સહુને શરમાવે.......... ધન તે...૬૬ સમજુ શ્રાવક અનર્થદંડના પાપ કદી નવિ કરતો, પંચમહાવતી હાસ્યવિકથા ફોગટ શીદને કરતો ? .... ધન તે...૬૭
—-
૪૬
-
જૈન સાધુ જીવન