SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ તે...૪૩ તાલપુટ ઝેર તાળવે અડતાની સાથે હણનારું, લેશથી પણ નારીપરિચય સાધુતા અંત કરનારું ..... ધન તે...૪૨ કારણ વિણ વિગઇભક્ષક, મુનિ હિતરક્ષક જો ધારું, દેવલોકથી સ્થૂલભદ્ર, ધરતી પર ઉતર્યા વિચારું. રાગથી સ્ત્રીદર્શન કરતો, મુનિ દુર્ગતિ દુઃખડા તોલે, વંદન માટે નાલાયક તે નેમિનાથ એમ બોલે. ..... ધન તે..૪૪ વાનરને મદિરા પાવા સમ, વિષયસુખોની યાદી, સંયમ-સ્વાધ્યાયે લીન બની, સંસ્કારની કરે બરબાદી.. ધન તે...૪૫ (૬) શૌચા જે દોષો પરમાં દેખું તે મુજમાં પ્રગટી દંડ, ધર્મદાસના વચન શ્રદ્હી દોષદષ્ટિને છંડે................. ધન તે..૪૬ દેહ તણી સુખશીલતાના યોગે ભટક્યો ભવ અનંતા', કટ્ટરશત્રુ માની દેહને કષ્ટ બહુ જ દેતા........................ધન તે..૪૭ સાતમી નરક ને મોક્ષ તણા દુઃખસુખની મનડું ચાવી, શુભયોગોમાં રમતા મુનિવર દુર્ગતિ દૂર ફગાવી. ... ધન તે..૪૮ નિષ્કારણ એક ડગ ચાલે તો પણ અતિચારો પાવે, જગવ્યાપી વિરકરુણા સ્પર્શી, કારણ વિણ નહિ જીવે... ધન તે..૪૯ લોભી ધનની પ્રાપ્તિમાં સંતોષ કદી નવિ પામે, સ્વાધ્યાયાદિક યોગોમાં મુનિ તૃપ્તિ કદી નવિ પામે...ધન તે..૫૦ મેરુ ડગે ને ચંદ્રસૂર્ય વિમાનો અટકે ફરતા, તો પણ નિષ્કલંક સંયમી નાની પણ ભૂલ નહિ કરતા.. ધન તે...૫૧ તખલોહ સમ શ્રાવકને નિજકાજ કદી નવિ સોંપે, સ્વયંદાસ'એ બિરુદધારી નિજકાજે નિજતન રોપે... ધન તે..૫૨ સુખશીલતાથી વેષધારી જે સાધ્વાચાર ન સાધે, માર્ગભ્રષ્ટ ભારેકર્મી તે પાપ અનંતા બાંધે... .... ધન તે..૫૩ અવિધિનું ખંડન વિધિપાલન વિધિબહુમાન ને વિધિમંડન, અજોડ પ્રવચનભક્તિધારી નિશ્ચયથી કરે ભવખંડન, ... ધન તે..૫૪ અજબ જીવનની ગજબ કહાની– H ૪૫ )
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy