________________
વર્ષના દીક્ષાપર્યાયવાળા સાધ્વીજી પણ આજના દીક્ષિતનેય વંદન કરે. પણ આજનો દીક્ષિત એમને વંદન ન કરે..હા ! મથએણ વંદામિ.બોલે.
એમ શ્રાવકો પણ સાધ્વીજીને માત્ર મયૂએણ વંદામિ કરે, આખા વંદન ન કરે.
(૬) રાજપિંડ : મસ્તક પર જેનો રાજ્યાભિષેક કરવામાં આવેલો હોય, તથા રાજા-મંત્રી-પુરોહિત-સેનાપતિ-શ્રેષ્ઠી..પાંચની વ્યવસ્થાવાળો હોય એ રાજા ! એ રાજાના ગોચરી-પાણી વગેરે કહ્યું નહીં.
(૭) માસકલ્પઃ શેષકાળમાં=ચોમાસા વિનાના કાળમાં એક-એક સ્થાને એક-એક માસ રોકાવાનું.
(૮) પ્રતિક્રમણ સવારે રાઇઅ અને સાંજે દેવસિઅ...એમ બે પ્રતિક્રમણ અવશ્ય કરવાના. દોષ ન લાગે, તો પણ કરવાના. એમ પંદર દિવસે પકૂિખ, ચાર મહિને ચોમાસી, એક વર્ષે સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાનું.
(૯) મહાવત: આમ તો સ્ત્રી એક પ્રકારનો પરિગ્રહ જ હોવાથી એનો પાંચમા મહાવ્રતમાં સમાવેશ થઈ જ જાય. છતાં એને સ્વતંત્ર ગણીને, એના અંગેનું ચોથું મહાવ્રત પણ સ્વતંત્ર સ્વીકારવાનું.
(૧૦) પર્યુષણા કલ્પઃ ચોમાસાના ચાર માસ વરસાદ વગેરેની વિરાધનાથી બચવા માટે એક જ સ્થાને રોકાઈ જવાનું.
આ દસ આચારો છે.
પ્રથમ-અંતિમ તીર્થંકરના સંયમીઓ આ દસેય આચારો પાળે, એટલે કે તેઓ એમાં સ્થિર છે. માટે એમનો આ કલ્પ સ્થિતકલ્પ કહેવાય છે.
૨૨ તીર્થકરના સંયમીઓ આ બધો જ આચાર નથી પાળતા, એમનામાં તરતમતા છે.
તે આ પ્રમાણે : (૧) તેઓ રાગ-દ્વેષ ન થતા હોય, તો નિર્દોષ રંગબેરંગી વસ્ત્રો પણ પહેરે. (૨) જે સાધુ માટે વસ્તુ બનાવેલી હોય, એ જ સાધુને ન ચાલે, બાકી બધાને ચાલે.
સ્ટ
૮૮
– જૈન સાધુ જીવન..