________________
સ્થિત-અસ્થિત કલ્પ
શ્રી કલ્પસૂત્રમાં પ્રારંભમાં જ સંયમીઓ માટેનો દસ પ્રકારનો આચાર બતાવેલો છે, અને એમાં પ્રથમ-ચરમ તીર્થકરો તથા મધ્યમ ૨૨ તીર્થકરો..એમ બે ભેદ પાડી દીધેલા છે.
સૌ પ્રથમ આપણે એ દસ આચાર જોઇ લઇએ.
(૧) આચેલક્ય : જિનકલ્પી વિશિષ્ટ સંઘયણાદિ હોય, તો વસ્ત્ર ન વાપરે. શેષ સંયમીઓ માત્ર ને માત્ર સંયમોપયોગી વસ્ત્ર જ વાપરે, એ પણ જીર્ણ-મલિન-અલ્પમૂલ્યવાળા...વાપરે...તો આ આચેલક્ય આચાર કહેવાય. ચેલ = વસ્ત્ર ! તે બિલકુલ ન હોવું, અથવા એકદમ અલ્પ હોવા...તે આચેલક્ય !
(૨) ઓશિકઃ એકપણ સંયમીના માટે ગૃહસ્થ કોઇપણ વસ્તુ બનાવે, તો એ વસ્તુ તમામે તમામ સંયમીઓ માટે અકલ્પનીય બની જાય, આધાકર્માદિ દોષવાળી બની જાય..બધાએ એનો ત્યાગ કરવાનો.
(૩) શય્યાતર ઃ જેને ત્યાં રાત્રે રોકાયા કે જેને ત્યાં સવારે પ્રતિક્રમણ કર્યુ...એ શય્યાતર બને. એના ગોચરી-પાણી સંયમીને ન ચાલે. જ્યાં રાત્રે રોકાયા, ત્યાં જો રાત્રે જાગતા જ રહે અને સવારે પ્રતિક્રમણ અન્ય સ્થાને જઇને કરે...તો એ શય્યાતર ન બને. જ્યાં રાત્રે ઉંધ્યા, તે શય્યાતર ! જો સવારે બીજે જઇને પ્રતિક્રમણ કરે, તો એ પણ શય્યાતર !
(૪) જ્યેષ્ઠઃ જેની વડી દીક્ષા પહેલા, તે મોટો ! નાનો મોટાને વંદન કરે. પણ પિતા-પુત્ર, રાજા-મંત્રી, શેઠ-નોકર એ રીતે સંબંધવાળા હોય, તો એમાં પિતા-રાજા-શેઠે પછીથી દીક્ષા લીધી હોય, તો પણ પુત્ર-મંત્રી-નોકરને વંદન ન કરે એવું જ મા-દીકરી વગેરેમાં સમજવું. સાર એ કે વિશેષ કારણ વિના આ જ વંદન-વ્યવસ્થા કે જેનો દીક્ષા-પર્યાય મોટો, એને ઓછા પર્યાયવાળો વંદન કરે, ભલે ને એ જ્ઞાની-તપસ્વી હોય.
(૫) કુતિકર્મઃ કૃતિકર્મ એટલે પણ વંદન જ છે. પણ અહીં સાધુસાધ્વીઓ વચ્ચે કોણ કોને વંદન કરે ? એની વિચારણા કરવાની છે. સો
અજબ જીવનની ગજબ કહાની
૮૭