________________
છ અભ્યત્તર તપ :
(૧) પ્રાયશ્ચિત્ત ઃ સંયમમાં લાગેલા અતિચારો ગુરુને કહીને એનું પ્રાયશ્ચિત્ત વહન કરવું.
(૨) વિનય ગુરુ-વડીલ વગેરેનો ઉચિત વિનય કરવો. (૩) વૈયાવચ્ચ : બાલ-વૃદ્ધ-ગ્લાન-તપસ્વીની સેવા કરવી... (૪) સ્વાધ્યાય : વાચના, પૃચ્છના વગેરે પાંચ પ્રકારનો સ્વાધ્યાય
કરવો.
(૫) ધ્યાન ઃ આર્ત-રૌદ્ર એ બે ધ્યાનનો ત્યાગ, ધર્મ-શુકુલ એ બે ધ્યાનનો આદર કરવો.
(૬) કાયોત્સર્ગઃ મન-વચન-કાયા ત્રણેયને એકદમ સંકોચી લેવા, ગુપ્ત કરી લેવા...
વીર્યાચાર :
ઉપરના કુલ ૩૬ આચારોના પાલનમાં પૂરા ઉલ્લાસ સાથે પ્રયત્ન કરવો. એ વીર્યાચાર !
પ્રશ્નઃ વીર્યાચારના કોઇ સ્વતંત્ર ભેદ નથી ?
ઉત્તર : ના, જ્ઞાનાચારાદિ ૩૬ આચારોમાં ઉલ્લાસ એ જ વીર્યાચાર ! જો ઉલ્લાસ ન હોય, તો બહારથી જ્ઞાનાચારાદિનું પાલન હોવા છતાં પણ એમાં વીર્યાચાર ન ગણાય, અને વીર્યાચાર ન હોય તો પરમાર્થથી જ્ઞાનાચારાદિ પણ નકામા જ ગણાય.
-~
~
-૧ ૮૬)
८६
– જૈન સાધુ જીવન..