________________
(૩) રાગાદિ દોષો ન લાગતા હોય, તો રાજપિંડ પણ વહોરે, વાપરે. (૪) સંયમપાલન સરસ રીતે થતું હોય, તો દેશોનપૂર્વક્રોડ વર્ષ સુધી એક જ જગ્યાએ પણ રહે, એટલે એમને માસકલ્પ નહિ. (૫) દોષ લાગે, તો જ પ્રતિક્રમણ ક્રિયા ! બાકી નહિ. (૬) વરસાદાદિ ન હોય, તો ચોમાસામાં પણ વિહાર કરે.
આમ, આ સંયમીઓ આચેલક્ય, ઓશિક, રાજપિંડ, માસકલ્પ, પ્રતિક્રમણ અને પર્યુષણ કલ્પમાં અસ્થિત છે. બાકીના ચાર-શયાતર, મહાવ્રત, જ્યેષ્ઠ અને કૃતિકર્મમાં સ્થિત છે.
પ્રશ્નઃ આ મધ્યમ સાધુઓને તો ચાર જ મહાવ્રત હોય છે, તો પછી મહાવ્રતમાં પણ તેઓ અસ્થિત જ બન્યા ને ?
ઉત્તર : જુઓ, મધ્યમને ચાર અને પ્રથમ-અંતિમને પાંચ...આ જે ભેદ છે, એ માત્ર સંખ્યા બોલવાનો ભેદ છે. આચારપાલનમાં તો બધા પાંચે ય મહાવ્રતો પાળે જ છે. એમાં કોઈ ભેદ નથી.
મધ્યમસંયમીઓ ઋજુ અને પ્રાજ્ઞ છે. માટે તેઓને ચાર મહાવ્રત બતાવીએ, તો પણ સમજે કે સ્ત્રી પરિગ્રહવિરમણ મહાવ્રતમાં આવી જ જાય, એટલે એનો પણ ત્યાગ જ કરવાનો. એટલે તેઓને ચોથું મહાવ્રત અલગ બતાવવું પડતું નથી.
પ્રશ્ન : આ દસ આચારોનો આ રીતનો સ્થિત-અસ્થિત ભેદ પાડવાનું કોઇ કારણ ?
ઉત્તર : શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે પ્રથમ તીર્થંકરના સંયમીઓ સરળ, પણ જડ ! ચરમ તીર્થકરના સંયમીઓ વક્ર અને જડ ! મધ્યમ તીર્થકરના સંયમીઓ સરળ અને પ્રાજ્ઞ = સમજુ ! આ કારણસર સ્થિત-અસ્થિતનો ભેદ પાડેલો છે. પ્રશ્નઃ સંયમીઓ આવા અલગ અલગ સ્વભાવના કેમ હોય છે ? ઉત્તર : એ વખતના કાળનો જ એવો જબરદસ્ત પ્રભાવ !
અજબ જીવનની ગજબ કહાની
૮૯ U
s