________________
પ્રશ્ન : બધા એવા જ હોય ?
ઉત્તર : ના,
આ નિરૂપણ મોટા-ભાગની અપેક્ષાએ છે.
પ્રશ્ન : તો પછી ચરમતીર્થંકરના સંયમીઓનો તો મોક્ષ ન જ થાય ને ? એ તો વક + જડ છે.
ઉત્તર ઃ થાય, પણ એમણે પોતાની વક્રતા + જડતા દૂર કરવા માટેનો સખત પ્રયત્ન કરવો પડે. મધ્યમ સંયમીઓને મોક્ષ માટે વધુ મહેનત ન ક૨વી પડે.
પ્રશ્ન : ભલે કાળભેદથી સંયમીઓમાં સ્વભાવભેદ હોય, પણ આ આચારભેદ કરવાથી શું ફાયદો ?
ઉત્તર ઃ ઘણો જ ફાયદો ! મધ્યમસંયમીઓ સરળ + પ્રાજ્ઞ હોવાથી યોગ્ય નિર્ણય લઇ શકશે. એટલે કે ચોમાસામાં વિહાર કરવામાં નુકસાન લાગશે, તો અટકી જશે, અને ફાયદો દેખાશે, તો વિહા૨ ક૨શે.
જ્યારે ચરમસંયમીઓ વક્ર + જડ છે. એટલે એક તો જડતાના કારણે નફો-નુકસાન જલ્દી સમજશે જ નહિ, અને ધારો કે સમજાશે, તો પણ વક્રતાના કારણે કંઇ ને કંઇ બહાના કાઢીને પોતાનું ધારેલું જ કરશે. એટલે એમના માટે આ દસેય બાબતો સ્થિતકલ્પ ક૨વામાં આવી કે દોષ લાગે કે ન લાગે, એમણે આ દસ આચારોનું પાલન કરવાનું. (હા ! વિશિષ્ટ કારણોસર એમાં પણ અપવાદ સેવન હોઇ શકે.)
८०
Dreamstime.
· જૈન સાધુ જીવન...