SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ચરણ સિત્તરી + કરણસિતરી સંયમીના આચારોમાં બે ભેદ પાડવામાં આવ્યા છે. (૧) મૂલગુણ (૨) ઉત્તરગુણ. જે નિત્ય કરવામાં આવે તે મૂલગુણ ! જે વિશેષ કા૨ણ આવી પડે, ત્યારે આચરવામાં આવે તે ઉત્તરગુણ ! મૂલગુણના કુલ ૭૦ ભેદો છે, એ ચરણસિત્તરી કહેવાય છે. ઉત્તરગુણના કુલ ૭૦ ભેદો છે, એ કરણસિત્તરી કહેવાય છે. આ પ્રકરણમાં આપણે ચરણસિત્તરીનું અને કરણસિત્તરીનું સ્વરૂપ જોઇશું. મહાવ્રત + શ્રમણધર્મ + સંયમ + વૈયાવચ્ચ + બ્રહ્મચર્યગુપ્તિ + મોક્ષમાર્ગ + તપ + કષાયનિગ્રહ = મૂલગુણો. એટલે કે ૫ + ૧૦ + ૧૭ + ૧૦ + ૯ + ૩ + ૧૨ + ૪ = ૭૦. આમાં પાંચ મહાવ્રતો, દસવિધ શ્રમણધર્મ, બાર પ્રકારનો તપ, આ આપણે પૂર્વે જોઇ ગયા છીએ. સમ્યગ્ દર્શન + સમ્યજ્ઞાન + સભ્યચારિત્ર. આ ત્રણ પ્રકારનો મોક્ષમાર્ગ છે. ક્રોધ, માન, માયા, લોભ...આ ચાર કષાયોનો નિરોધ એમ ચાર પ્રકારનો કષાયનિગ્રહ છે. બ્રહ્મચર્યની નવવાડોનું વર્ણન આગળ અલગ પ્રકરણમાં જોશું. સંયમ ૧૭ પ્રકારનો નીચે પ્રમાણે છે. (૧-૯) પૃથ્વીકાય + અકાય + તેઉકાય + વાયુકાય + વનસ્પતિકાય. આ પાંચ એકેન્દ્રિયો, બેઇન્દ્રિય + તેઇન્દ્રિય + ચઉરિન્દ્રિય. આ ત્રણ વિફલેન્દ્રિયો. આમ ૫+૩=૮ અને પંચેન્દ્રિય...એમ નવ પ્રકારના જીવોને લેશપણ ત્રાસ આપણા નિમિત્તે ન થાય, એની કાળજી કરવી...આ કુલ નવ પ્રકારનો સંયમ ! (૧૦) અજીવસંયમ : પાંચ પ્રકારના પુસ્તકો, પાંચ પ્રકારના વસ્ત્રો અપ્રતિલેખ્ય, દુશ્રૃતિલેખ્ય હોવાથી ન વાપરવા એ અજીવસંયમ ! (વર્તમાનમાં બુદ્ધિબલ ક્ષીણ થવાથી પુસ્તકો વાપરવામાં આવે છે, પ્રાચીન કાળમાં એનો વપરાશ ન હતો. તથા સીવેલા વસ્ત્રાદિનું વ્યવસ્થિત પડિલેહણ ન થઇ શકે, એટલે એમાં જીવવિરાધનાની સંભાવના છે, માટે એ ન ચાલે...ટુંકમાં જીવ અજબ જીવનની ગજબ કહાની ૯૧
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy