SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુ લેતી વખતે જોઇને અને પૂંજીને પછી લેવું. એમ મૂકતી વખતે પણ સમજી લેવું. ૪. ઇર્યાસમિતિ : નીચે સાડાત્રણ હાથની જગ્યામાં બરાબર જોઇને ચાલવું. ૫. ગોચરી વહોરતી વખતે એ દરેક ખાદ્ય વસ્તુ બરાબર જોઇ લેવી કે ‘એમાં કોઇપણ નાના-મોટા જીવ નથી ને ?' એમ પાણી માટે પણ સમજી લેવું. (૨) દ્વિતીયમહાવ્રત ઃ ૧. સાચું કે ખોટું કોઇપણ વાક્ય હાસ્યથી પ્રેરાઇને ન બોલવું. ૨. સાચું કે ખોટું કોઇપણ વાક્ય લોભથી પ્રેરાઇને ન બોલવું. ૩. સાચું કે ખોટું કોઇપણ વાક્ય ભયથી પ્રેરાઇને ન બોલવું. ૪. સાચું કે ખોટું કોઇપણ વાક્ય ક્રોધથી પ્રેરાઇને ન બોલવું. ૫. જે કંઇપણ બોલવું, એ પૂર્વે બરાબર વિચારીને જ બોલવું. વિચાર્યા બાદ એમ લાગે કે આમાં કોઇ નુકસાન નથી, ફાયદો છે...તો બોલવું.. (૩) તૃતીય મહાવ્રત ઃ ૧. ઉપાશ્રયાદિના માલિકની સાથે વાતચીત કરીને, એની પાસે તે તે વસ્તુની યાચના કરવી કે ‘અમે આ વાપરીએ ?' રજા વિના કશું ન વાપરવું. ૨. એકવા૨ સંમતિ લીધા બાદ પણ તે તે અવસરે ફરી યાચના કરી લેવી કે ‘અમે અહીં રોકાઇએ, આ વસ્તુઓ વાપરીએ...તેમાં તમને પ્રસન્નતા છે ને ? કંઇપણ મુશ્કેલી નથી ને ?' આ પ્રમાણે પુનઃ પુનઃ પૃચ્છા કરીને એની પ્રસન્નતા જાણી લેવી. ટુંકમાં કોઇપણ વચન બોલતી વખતે અંતરમાં હાસ્ય, લોભ, ભય કે ક્રોધનો ભાવ તો ૩ર નથી ને ? એ ચકાસવું. એ ભાવ કાઢી નાંખીને જ બોલવું. એમ ઉપાશ્રયમાં રોકાઇ ગયા બાદ કોઇક અન્ય વસ્તુઓની પણ જરૂર પડે, તો એમ ન વિચારવું કે ‘ઉપાશ્રયની રજા મળી ગઇ, એટલે બધી વસ્તુ વાપરી શકાય...' પણ ઉપાશ્રયમાં રહેલી જે જે વસ્તુની રજા પૂર્વે લીધી ન હોય, જૈન સાધુ જીવન...
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy