________________
અને પાછળથી એ વાપરવાની જરૂર પડે, તો ફરીથી સ્પેશ્યલ એ વસ્તુની યાચના માલિક પાસે કરી જ લેવાની.
૩. અમે ઉપાશ્રયમાં આટલી જ જગ્યા વાપરશું..ગોચરી આ જગ્યામાં, માત્રુ પરઠવવાનું આ જગ્યામાં...સ્વાધ્યાયાદિ માટે આ જગ્યા...એમ એકદમ સ્પષ્ટ રીતે જણાવીને એમની સંમતિ મેળવીને એ જ પ્રમાણે જગ્યાનો ઉપયોગ કરવો. પાછળથી ફેરફાર કરવો પડે, તો ફરી રજા લઇ લેવી.
૪. ઉપાશ્રયમાં સંયમીઓ ઉતરેલા જ હોય, અને આપણે પહોંચીએ, તો એ જૂના સંયમીઓની રજા લેવાની, “અમે ક્યાં ઉતરીએ ? કેટલી જગ્યામાં ઉતરીએ ? આપને મુશ્કેલી તો નહિ પડે ને ?' એ રીતે સ્પષ્ટ પૂછી લેવું.
૫. ગોચરી-પાણી આવી જાય, એ પછી પણ ગુરૂ કે વડીલ જે વસ્તુ આપે એ જ લેવાની, વાપરવાની, જાતે કોઇપણ વસ્તુ લેવા-વાપરવાની નહિ, એમની રજા લઇને જ વાપરવું.
(૪) ચતુર્થ મહાવ્રતઃ .
૧. સ્ત્રી, નપુંસક કે પશુ જ્યાં રહેતા હોય, એવા સ્થાનમાં ન રહેવું. જ્યાં સ્ત્રી વગેરે બેસતા હોય, ત્યાં ન બેસવું. સ્ત્રીના ઊભા થયા બાદ ૪૮ મિનિટ સુધી ત્યાં ન બેસવું. બાજુના ઘરમાંથી સ્ત્રીના શબ્દો વગેરે સંભળાતા હોય, ત્યાં પણ ન રહેવું.
૨. સ્ત્રીની સાથે રાગપૂર્વક વાત ન કરવી, એમ બીજા કોઇ સાથે પણ સ્ત્રીસંબંધી વાત રાગપૂર્વક ન કરવી કે “અમુક સ્ત્રી રૂપાળી છે..વગેરે.”
૩. ગૃહસ્થપણામાં અબ્રહ્માદિના જે પાપો કર્યા હોય, એને બિલકુલ યાદ ન કરવા.
૪. સ્ત્રીના મનોહર અંગોને જોવા નહિ, સ્ત્રીનું રૂપ જોવું નહિ, સાધુએ પોતાના શરીરની વિભૂષા ન કરવી. એટલે કે શરીરનો મેલ ઉતારીને શરીર ચોકખું રાખવું, વારંવાર કાપ કાઢવો...વગેરે ન કરવું.
૫. વિગઇઓ-માદક ખોરાકો, ઉત્તેજક ખોરાકો ન વાપરવા. સાદી ગોચરી પણ વધારે પ્રમાણમાં ન વાપરવી, ઉણોદરી રાખવી.
અજબ જીવનની ગજબ કહાનીન
૩૩
–