________________
એની પરીક્ષા એની બાહ્ય શુભ ક્રિયાઓ ઉપરથી જ થાય. જેનામાં પુષ્કળ શુભ આચારો હોય, તેનામાં શુભભાવ ઘણો હોય, એમ માનવું.
ઘણા આંબિલ, એકાસણા..છેવટે વિગઇત્યાગાદિ કરે, તે અનાસક્ત ! નવ બ્રહ્મચર્યની વાડો સરસ રીતે પાળે, તે નિર્વિકારી ! દરેક ક્રિયાઓ ઊભા-ઊભા વિધિસર કરે, તે અપ્રમત્ત ! આળસરહિત ! ગુરૂના પ્રત્યેક વચનોનું પાલન કરે, તે સમર્પિત ! ગુરૂપરતત્ર ! ષકાયની રક્ષાનો સંપૂર્ણ પ્રયત્ન કરે, તે જીવદયાસંપન્ન ! સ્વજનો-ગૃહસ્થો સાથે વાતચીત-ગપ્પાદિ ન કરે, તે અંતર્મુખ ! દિવસમાં દસ-બાર-પંદર કલાક ભણે, તે સ્વાધ્યાયપ્રેમી ! જે ક્યારેય અપશબ્દો ન બોલે, મોટા અવાજે ન બોલે, તે ક્ષમાશીલ ! જે પોતાના દોષો ગુરૂને લખી મોકલાવે, કશું ન છૂપાવે, તે સરળ ! આવું તમામ બાબતોમાં સમજી લેવું.
જેમ તાવ શરીરની અંદર હોય, પણ બહાર શરીરની ગરમીથી અંદરનો તાવ માપી શકાય. એમ શુભભાવ કે અશુભભાવ આત્મામાં હોય, પણ શરીરની શુભક્રિયાઓ કે અશુભક્રિયાઓથી એ ભાવોનું અનુમાન કરી શકાય.
જેમ કોઇકના ફોટા ઉપરથી કે દર્પણમાં પડતા પ્રતિબિંબ ઉપરથી એ માણસ કેવો છે ? એવો નિર્ણય કરી શકાય, એમ બાહ્ય આચાર એ ફોટાપ્રતિબિંબ જેવો છે. એના ઉપરથી એ નિર્ણય કરી શકાય કે અંદરનો ભાવ કેવો
છે...
શ્રી ઓઘનિર્યુક્તિમાં ફરમાવ્યું છે કે निच्छयमवलम्बमाणा निच्छयओ निच्छयमजाणंता । नासंति चरणकरणं बाहिरकरणालसा केइ ॥
જે જીવોને આચારોનું પાલન કરવામાં આળસ-કંટાળો આવે છે. તે જીવો ભાવની વાતો કરવા માંડે છે કે “અંદરનો ભાવ સારો રાખવાનો, આચારની કોઇ કિંમત નથી...”
એ બિચારાઓ ખરેખર તો પોતાના ચારિત્રનો જ નાશ કરે છે. આવી ખોટી વાતો ફેલાવીને બીજાના ચારિત્રનો પણ નાશ કરે છે. કેમકે આચાર એ ભાવોનું કારણ હોવાથી સ્વયં ભાવસ્વરૂપ કહી શકાય છે. અને એટલે જ એનો ત્યાગ કરનાર ખરેખર તો ભાવનું જ સત્યાનાશ કાઢી બેસે છે. આ બધાનો સાર એટલો જ કે “શુભભાવની ઝંખનાવાળાએ શુભઆચાર પાળવો જ.” અજબ જીવનની ગજબ કહાની1 ૨૧ – ઋગ્ન