________________
આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, બાલ, વૃદ્ધ, ગ્લાન, ચૈત્ય, કુલ, ગુણ, સંઘ આમ કુલ દસ વસ્તુની વૈયાવચ્ચ કરવી એ દસ પ્રકારની વૈયાવચ્ચ કહેવાય. પ્રશ્નઃ આ વૈયાવચ્ચમાં શું કરવાનું ? ઉત્તર : ગોચરી-પાણી-ઔષધ વગેરે વડે આચાર્યાદિને શાતા પહોંચાડવી, એમના પગ દબાવી આપવા, માથું દબાવી આપવું, એમની બધી રીતે સુરક્ષા કરવી એ બધું જ વૈયાવચ્ચ કહેવાય. પ્રશ્ન : આમાં ચૈત્ય એટલે શું ? ઉત્તર : ચૈત્ય એટલે દેરાસર, ચૈત્ય એટલે જિનપ્રતિમા ! પ્રશ્ન : સંયમીએ એની વૈયાવચ્ચ શી રીતે કરવાની ? ઉત્તર : એની સુરક્ષા થાય એ માટેનો નિરવદ્ય ઉપદેશ શ્રાવકોને આપે, ચૈત્યવંદનાદિ રૂપ ભાવપૂજા કરવી, વિશ્વના અસંખ્ય જીવો પ્રભુની જે દ્રવ્યપૂજા કરે છે, એની ભરપૂર અનુમોદના કરવી. આ એક પ્રકારની વૈયાવચ્ચ જ છે.
હવે આપણે ૭૦ પ્રકારના ઉત્તરગુણો એટલે કે કરણસિત્તરી જોઇશું.
પિંડવિશુદ્ધિ + સમિતિ + ભાવના + પ્રતિમા + ઇન્દ્રિયનિગ્રહ + પ્રતિલેખના + ગુપ્તિ + અભિગ્રહ = ઉત્તરગુણ
૪ + ૫ + ૧૨ + ૧૨ +૫ + ૨૫ + ૩ + ૪ = ૭૦.
એમાં ગોચરી, પાણી, ઉપધિ અને ઉપાશ્રય આ ચાર પિંડદોષ વિનાના ગ્રહણ કરવા એ પિંડવિશુદ્ધિ ! • પાંચ સમિતિ પૂર્વે જોઇ ગયા છીએ. • અનિત્ય, અશરણ, સંસાર સ્વરૂપ, ઇત્યાદિ ૧૨ પ્રકારની ભાવના છે. • સાધુ માટે એક માસિકી...વગેરે બાર પ્રકારની પ્રતિમાઓ છે. • પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ એટલે એના ઇષ્ટવિષયોમાં ઇન્દ્રિયોને રાગપૂર્વક પ્રવૃત્તિ કરતા રોકવી અને અનિષ્ટ વિષયોમાં દ્વેષ ન કરવો. • અખોડા-પકુખોડા આદિ ૨૫ ભેદો પ્રતિલેખનાના છે. ત્રણ ગુપ્તિ પૂર્વે જોઇ ગયા છીએ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર ભેદથી અભિગ્રહો લેવાના હોય છે. પ્રશ્નઃ આમાં ભાવના, પ્રતિમા, પ્રતિલેખનાનું સ્વરૂપ વિસ્તારથી સમજાવશો ? ઉત્તરઃ એનું વર્ણન અન્ય ગ્રથોમાંથી જાણી લેવું.
અજબ જીવનની ગજબ કહાની
૯૩ ]
–
૧