________________
(૧) ક્ષમા દોષ વિના પણ ઠપકો આપે, ગુરુ તેને જે સહેતા, “મૂલ્ય વિના મળતી મિઠાઈ” એવા ધ્યાનને વહેતા.........ધન તે..૩ મોટા કે નાના મુનિ જ્યારે, કટુકવચન ઉચ્ચારે, મોક્ષમાર્ગે સહાયક જાણી, કોપ ન મનડે ધારે. ધન તે..૪ કોઇ જીવને દુઃખ ન દેવું, એ નિશ્ચય મન ધારે, પરદુઃખદાયી પ્રવૃત્તિને, સ્વપ્ન પણ નહિ ધારે. - ધન તે...૫ સાકરથી પણ મીઠા વચનો, જેહ સદા ઉચ્ચારે, પોતે સહન કરીને સૌનું, પૃથ્વીને શણગારે.. ... ધન તે...૬ ઠંડીથી ધ્રુજતા મુનિવરને, દેખી સ્વાર્થ ગમાવી, નિજકંબલ તેને ઓઢાડે, વત્સલભાવ જમાવી. .... ધન તે..૭ - ધોમધખતા પથ પર ગજ, પેરે જે ધીમા ચાલે, શુભ પરિણામની અગ્નિમાં, જે કર્મ અનંતા બાળે.. .... ધન તે...૮ કાંટા કે પથરાથી પગમાં, લોહીની ધારા વહેતા, મુક્તિવધુના કંકુપગલા, માની બહુ હરખાતા. ............. ધન તે...૯ ચટકા ભરતા ડાંસ ને મચ્છર, દૂર કદી નવિ કરતા, સાધર્મિકભક્તિનો લ્હાવો આમંત્રણ દઇ લેતા.. . ધન તે..૧૦ ઠંડુ જલ છે પાપનું વર્ધક, સુખશીલતાનું પોષક, ઉનાળે જલ ઉષ્ણ વાપરી થાયે કર્મના શોષક. ધન તે..૧૧
(૨) મૃદુતા મહામાસની મધ્યરાત્રિમાં કાઉસ્સગ્નધ્યાને રહેતા, કર્મક્ષપણનો અવસર જાણી જે મનમાં બહુ હસતા....ધન તે..૧૨ કર્કવચન સુણી ગુરુના, જેને હૈયે હર્ષ ન માતો,
કહો કહો ઓ ગુરુવર' કહેતા, પાય પડી હરખાતો. ધન તે..૧૩ રત્નાધિક આવે તવ તેને, ઊભા થઇ સત્કારે, આસન દઈ સુખશાતા પૂછી, ઉચિત વિનય અવધારે... ધન તે..૧૪ કર જોડી શીશ નામી ગુરુ, આગળ જે ઊભા રહેતા, ગુરુમુખવાણી જિનવાણીસમ નિર્વિકલ્પ જે ગ્રહેતા............. ધન તે..૧૫
–
૪૨
|
– જેન સાધુ જીવન