________________
(૮) છંદના: મહાત્મા ગોચરી વહોરી લાવે, પછી અન્ય મહાત્માઓને વિનંતિ કરે કે “મને લાભ આપો..” આનું નામ છંદના !
લબ્ધિધારી સંયમીને સહજ રીતે જ નિર્દોષ અને અનુકુળ વસ્તુ મળતી હોય છે. એટલે એ સંયમી આવી વસ્તુ મળે, તો વહોરે અને પછી ઉપાશ્રયમાં આવી ગુરુ-ગ્લાન-વૃદ્ધ-બાલ-અશક્ત-નૂતન-અસહિષ્ણુ વગેરે પ્રકારના મહાત્માઓની સારામાં સારી ભક્તિ કરે, એ બધાને વિનંતિ કરે કે મને આમાંથી લાભ આપો...! આ છંદના !
અલબત્ત, ગુરુની રજા મેળવી લીધા બાદ જ ગુરુ જે સંયમી માટે રજા આપે, એ સંયમીને જ છંદના કરી શકાય. આનાથી ગોચરી પર મમત્વ ન થાય, સાધુ સમુદાયને સહાય કરવાનો લાભ મળે, અંતરાય કર્મનો નાશ થાય અને તીર્થકર નામકર્મ સુધીના વિશિષ્ટ પુણ્યનો બંધ થાય.
(૯) નિમંત્રણ : ગોચરી-પાણી વહોરવા જતા પહેલા ગ્લાનાદિ સાધુઓને પૂછવું કે “આપના માટે શું લાવું? કેટલું લાવું?' તો એ નિમંત્રણા !
ગ્લાનાદિને વસ્તુની જરૂર હોય, પણ પોતે લાવી શકતા ન હોય કે મળતી ન હોય તો આવા વખતે બીજા સંયમીઓ એમને આવી રીતે પૂછીને, એમની સૂચના પ્રમાણે ગોચરી લાવે..એ સરસ જ છે. એમાં બંને પક્ષે પુષ્કળ લાભ છે. ગ્લાનાદિને પોષણ મળવાથી એમની રત્નત્રયીની આરાધના વિકસે અને ભક્તિ કરનારને સાધર્મિક વાત્સલ્ય, વૈયાવચ્ચ વગેરેના પ્રતાપે પુણ્યબંધકર્મનિર્જરાની પ્રાપ્તિ થાય.
(૧૦) ઉપસંપદઃ જ્ઞાન-દર્શન-ચારિત્ર માટે અન્ય સંયમીઓની નિશ્રા સ્વીકારવી, એ ઉપસંપદ !
પ્રશ્ન : પોતાના ગુરૂ-ગચ્છ પાસે તો જ્ઞાનાદિ છે જ ને ? તો એ મેળવવા માટે બીજે જવાની શી જરૂર ?
ઉત્તર : જેટલું ગુરુ પાસે છે, એટલું મેળવી લીધું, વધારે મેળવવાની શક્તિ અને ભાવના છે. ગુરૂ આપી શકે એમ નથી, અન્ય સંયમી પાસેથી મળી શકે એમ છે. આવી પરિસ્થિતિમાં ગુરુની રજા લઇને અન્ય સંયમી પાસે જવું એ યોગ્ય જ છે. સુગુરુ કયારેય પણ શિષ્યને આવા કામમાં માત્ર પોતાના તુચ્છ સ્વાર્થ ખાતર રોકટોક ન કરે.
જ્જન પ૬)
- જૈન સાધુ જીવન..