________________
સાધુજીવન એટલે નિષ્પાપ જીવન અને નિશ્ચિત જીવન. સંસારમાં અનેક જીવોની વિરાધના હિંસા કર્યા વગર જીવી શકાતું નથી. જ્યારે પ્રભુએ બતાવેલ જીવનમાં કોઇ પાપ-હિંસા કરવાની જરૂરત જ ન રહે. )
ગૃહસ્થો એક લાઇટ કરે, એટલે એક પ્રકારનું કતલખાનું ચાલુ થઇ જાય. રાત્રે લાઇટના કારણે ખૂબ જીવાતો આવે, એની પાછળ કસાઇ જેવી ગીરોળી આવે અને અનેક જીવોને મારી ખાઇ જાય છે. બાથરૂમમાં ન્હાય એટલે કીડી-વાંદા વગેરે જીવો પાણીમાં તણાય-મરે, પાણીની વિરાધના થાય. પંખો-A.C., વાયુકાયની વિરાધના ઇત્યાદિ ષકાયની હિંસા ડગલે ને પગલે ચાલુ રહે.
તેની સામે કેવલજ્ઞાની પ્રભુએ કેવું અદ્ભુત સાધુ જીવન બતાવ્યું છે. જેમાં હિંસા નહિ. સત્ય ધર્મનું પાલન, ધર્મના મૂળ તરીકે વિનય દર્શાવ્યો છે. ક્ષમા જેમાં પ્રધાન છે. જે ઉપશમ ભાવથી ઉજ્જવળ બને છે. જેમાં બ્રહ્મચર્યનું પાલન તો ખરૂ જ પણ સાથે તેની કાળજી સ્વરૂપે ૯ વાડનું પણ પાલન કરવાનું... ગોચરીની મર્યાદા દ્વારા નિર્દોષ આહાર ચર્યા આપી છે.
ગમે તેવી ઠંડી હોય તોય આગનું તાપણુ નહિ. આવું અતિવિશિષ્ટ કક્ષાનું સાધુજીવન જિનશાસનમાં બતાવ્યું છે.
આ સાધુજીવન વધુ નિર્મળ બને તેના માટે અનેક પ્રકારની ધર્મસાધના, અનેક મર્યાદાઓ પ્રભુએ દર્શાવી છે. છે જેમાંથી ઓઘ સામાચારી-પદવિભાગ સામાચારી-ચક્રવાલ સામાચારી, સંયમના ૭૦ ભેદ છે તેમ ૧૭ ભેદ છે, ચરણ સિત્તરી (=મૂળગુણ), કરણ (=ઉત્તરગુણ) વગેરે... આ પ્રસ્તુત ગ્રંથમાં લેવામાં આવેલ છે.
આ બધા ધર્મોનું સંક્ષિપ્ત અને માર્મિક હૃદયસ્પર્શી વર્ણન લોકભોગ્ય ભાષામાં વિદ્વદર્ય મુનિરાજ શ્રી ગુણવંતવિજયજીએ કરેલ છે.
આ મુનિવર ખુબ જ ગુણીયલ-ગુણાનુરાગી-સંયમી-વિદ્વાન્ સાધુ છે. જેમની કલમે વિરતિદૂત વગેરેના માધ્યમથી અનેક સંયમીઓની સંયમ પરિણતિને વિશુદ્ધ બનાવી
છે.
| ખરેખર આ અદ્ભુત ગ્રંથ સહુ કોઇ વાંચી પોતાના આત્માને ભાવિત બનાવે. અને પોતાનું સંયમ ઉચ્ચ કક્ષાનું બનાવવા દ્વારા અનેક આત્માઓને માટે સુંદર આલંબન સ્વરૂપ બની સ્વ-પર કલ્યાણ કરનારા બનો એજ એક મંગલ ભાવના... - સારાંશ : મોક્ષના સાધક અસંખ્ય યોગો પ્રભુએ બતાવ્યા છે. તેમાંથી કેટલાક યોગો આ પુસ્તકમાં લીધા છે.
આમાંથી કોઇપણ યોગની સાધના તન્મય બનીને કરે તો તે સાધના નિર્વાણપદને અપાવી શકે છે. વળી જીવોની રૂચિ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. તેથી જેનું મન જે યોગમાં ઠરે, તે યોગની સાધના કરી આત્મકલ્યાણ સાધે.
1 લિ...આચાર્ય વિજય અભયચંદ્રસૂરિ..