________________
नमोऽस्तु तस्मै जिनशासनाय
T
7.
મોક્ષઃ જૈનશાસનની તમામ વ્યવસ્થાઓનું એક માત્ર અંતિમ લક્ષ્ય
ખેડુત ખેતી કરે છે. શેના માટે ? એનો જવાબ છે,- અનાજ પકવવા માટે ! અનાજ શેના માટે ? પોતાને ખાવા અને વેંચવા માટે ! અનાજનું વેચાણ શેના માટે ? પૈસા કમાવા માટે ! પૈસો શેના માટે ? ખાવા-પીવાની તમામ સામગ્રીઓ મેળવવા માટે ! સામગ્રી શેના માટે ! સુખ માટે ! સુખ શેના માટે ? એનો કોઇ જવાબ નથી.
દર્દી દવા લે છે. શેના માટે ? રોગ દૂર કરવા માટે ! રોગનિકાલ શેના માટે ? સ્વસ્થતા-શાંતિ-પ્રસન્નતા મેળવવા માટે એટલે કે સુખ માટે ! એ શેના માટે ? એનો કોઇ જવાબ નથી.
આ માત્ર બે દૃષ્ટાન્તો જોયા. હકીકત એ છે કે કોઇપણ જીવ જે કંઇપણ પ્રવૃત્તિ કરે છે, એનું સીધું લક્ષ્ય ભલે ગમે તે હોય-પણ જેમ જેમ ઊંડા ઉતરતા જઇશું, તેમ તેમ ખ્યાલ આવશે કે એનું અંતિમ લક્ષ્ય સુખ જ છે. અરે, આત્મહત્યા કરનારાને પુછશો તો એ પણ એમ જ કહેશે કે ‘મારે દુઃખોથી છૂટવું છે, હું ત્રાસી ગયો છું. મારે શાંતિ જોઇએ છે...’
એટલે સૌ પ્રથમ આ પદાર્થ મનમાં બરાબર દઢ કરી લો કે— કોઇપણ જીવની અંતિમ ઇચ્છા છે સુખ મેળવવાની ! દુઃખો ખતમ કરવાની ! પણ,
જીવ અજ્ઞાની છે, અણસમજુ છે...એટલે એને ખરેખર સાચું ભાન જ નથી કે સુખ શી રીતે મળે ? એ બિચારો જીવ પાંચ ઇન્દ્રિયોના વિષયોના ભોગવટામાં જ સાચું સુખ માની બેસે છે, એ મેળવવા માટે ધમપછાડા કરે છે, પણ આ સાવ ખોટો રસ્તો હોવાથી અંતે એ દુઃખી જ થાય છે.
જીવવા માટે ખો૨ાક કે દવાને બદલે ઝેર ખાવામાં આવે તો શું થાય ? અજબ જીવનની ગજબ કહાની
૧