________________
ડાયેરીયા (ઝાડા) અટકાવવા માટે વાટકી દિવેલ પીવામાં આવે તો શું થાય ? બસ, અજ્ઞાની જીવ સુખ મેળવવા માટે શબ્દ-રૂપ-૨સ-ગંધ-સ્પર્શોદિની પાછળ જે ગાંડો બને છે, એ આ બે ઢાષ્ટાન્તો જેવું છે.
કોલેજના પેલા યુવાનો-યુવતીઓ જોયા છે ? સુખ-શાંતિ મેળવવા માટે તેઓ ચરસ-ગાંજો-કોકેઇન-સિગરેટ-તમાકુ જેવા વ્યસનો ભોગવતા થયા, એમને શરૂઆતમાં એમ જ લાગે કે ‘આ વસ્તુઓથી મને સુખ મળે છે' પણ વાસ્તવિકતા બધા જ જાણે છે કે તેઓ વ્યસની બની રહ્યા છે, તેઓ ધીમે ધીમે દુઃખના મહાસાગરમાં કાયમ માટે ડૂબી જવા માટે, મોત તરફ ધસી રહ્યા છે. દુઃખો અને એને ઉત્પન્ન કરનારા દોષો એ જ દર્દ છે, રોગ છે. જો એ ખતમ થાય, તો જીવ સ્વસ્થ-નીરોગી બની જાય, સુખી-પ્રસન્ન બની જાય.
પ્રશ્ન : એ શી રીતે ખતમ થાય ?
:
ઉત્તર ઃ દર્દી સારા ડૉકટરના શરણે જાય, સારો ડૉક્ટર એમને સારામાં સારી દવાઓ આપે, દર્દી એ દવાનો વિધિસર વપરાશ કરે...તો એ દર્દ દૂર થાય. આ સિવાય તો રોગી નીરોગી ન બની શકે.
આ જ પદાર્થ લોકોત્તર શાસનમાં વિચારીએ.
અરિહંત પરમાત્મા સૌથી મોટા ડૉક્ટર છે. સદ્ગુરૂ ભગવંતો એ મોટા ડૉક્ટરના હાથ નીચે તૈયાર થયેલા નાના ડૉક્ટર છે. સંસારમાં રહેલા જીવો રાગ, દ્વેષ, ઇર્ષ્યા, નિંદા, અહંકાર, આસક્તિ, વિકાર વગેરે વગેરે હજારો દોષો રૂપી રોગોથી પીડાતા રોગીઓ છે.
બિચારા આ જીવો !
નાની નાની વાતમાં ગુસ્સે થઇ જઇ મારામારી, ખૂન-ખરાબા પણ કરી બેસે છે. કોઇકનો વિકાસ જોઇને અંત૨માં સળગ્યા કરે છે.
કોઇક એમનું જરાક પણ બગાડે, તો એમને કાયમ માટે દુશ્મન માની લે છે. પોતાના સ્વાર્થ ખાતર ગમે તેનું ગમે તે કરી નાંખવા તત્પર બની રહે છે. સામાન્ય નિમિત્તોમાં ય વિકારોથી ખદબદ બદબદ થતું મન એમનો મોટો રોગ છે.
વિશ્વવ્યાપી જીવોના જો આ બધા દોષાત્મક રોગોનું વર્ણન ક૨વા બેસીએ, તો એનો કોઇ અંત જ ન આવે. આ જીવો ખરેખર નિર્દોષ બની શકે છે, પણ એ માટે સૌ પ્રથમ શરત જ આ છે કે એમણે ડૉક્ટર ઉપર સંપૂર્ણ
જૈન સાધુ જીવન...
૨