________________
વિશ્વાસ મૂકી દેવો, એ જેમ કહે એ પ્રમાણે દવા કરવી. જો રોગી જીવ આ પ્રમાણે ક૨શે, તો એ નીરોગી બનશે જ.
હવે જરાક ઊંડા ઉતરીએ.
રોગની દવા બે રીતે થાય.
જો દર્દી હોસ્પીટલમાં દાખલ થઇ જાય, તો ૨૪ કલાક ડૉક્ટરની નજર હેઠળ એની સારવાર થાય. શ્રેષ્ઠ કોટિની દવાઓ આપવામાં આવે, નાનામાં નાની કાળજી કરવામાં આવે...એ દર્દી જલ્દી સાજો થાય. હા ! એ માટે દર્દીના ગજવા ગરમ જોઇએ. એટલે કે ચિક્કાર સંપત્તિ ખર્ચી નાંખવાની તૈયારી જોઇએ. જે દર્દી પાસે હોસ્પીટલમાં દાખલ થવા માટેની અનુકૂળતા ન હોય, પૈસા ઓછા હોય...એ દર્દી ઘરે રહીને દવા કરે...પણ એને સારામાં સારી ટ્રીટમેન્ટ ન મળે. ડૉક્ટરની સારામાં સારી સારવાર, ૨૪ કલાક કાળજી...વગેરે ન મળે. છતાં એ રીતે પણ જો દવા કરાવે, તો ભલે રોગ જલ્દી ન મટે, પણ એ આગળ વધતો અટકે, ધીમે ધીમે ઘટે અને લાંબે કાળે એ સંપૂર્ણ નાશ પણ પામી જાય.
ન
અરિહંત મહારાજાએ જે સર્વવિરતિધર્મ બતાવ્યો છે અને એના પાલન માટે જે વ્યવસ્થા ગોઠવી છે. એ લોકોત્તર જગતની સર્વ શ્રેષ્ઠ કક્ષાની હોસ્પીટલની સારવાર જ જોઇ લો. ત્યાં સંપૂર્ણ સત્તા અરિહંતોની અને સદ્ગુરૂઓની જ છે. જે એમાં દાખલ થાય, એને સદ્ગુરૂ શ્રેષ્ઠ કોટિની દવા આપે, ૨૪ કલાક કાળજી કરે...દીક્ષિત થયેલો જીવ જો એ દવાને બરાબર લે, કોઇ ગરબડ ન કરે...તો એનો રોગ બહુ જ ઝડપથી મટી જાય.
પણ આ મોંઘી હોસ્પીટલમાં દાખલ થવા માટે પુષ્કળ ધનની જરૂર પડે, એ ધન એટલે પ્રચંડ વૈરાગ્ય, બાવીશ પરિષહાદિને સહન કરવાની શારીરિકમાનસિક શક્તિ...જો આ ન હોય તો દીક્ષા-હોસ્પીટલમાં દાખલ થવું શક્ય નથી. જે આત્મા વૈરાગ્ય + વ્રતપાલન દઢતા આ બે પ્રકારનું ધન આપે છે, એને સદ્ગુરૂ દીક્ષા-હોસ્પીટલમાં દાખલ કરીને એની એવી જોરદાર સારવાર કરે છે કે બહુ જ ઓછા ભવમાં એ આત્મા મોક્ષ પામી જાય.
પણ જેની પાસે વૈરાગ્ય હોવા છતાં ય કાચો છે, અથવા તો વ્રતોનું પાલન કરવા માટેની એવી દૃઢતા નથી, એ દીક્ષા ન લઇ શકે. એણે ઘરે બેસીને દવા કરાવવી પડે, એટલે કે શ્રાવકજીવન જીવવું પડે. એનાથી એને એટલો
અજબ જીવનની ગજબ કહાની
૩