________________
ફાયદો મળે કે રોગ વધે નહિ, અટકે, ધીમે ધીમે ઘટે અને લાંબે ગાળે ખતમ થાય.
આ એક નક્કર સત્ય છે.
માટે જ, એક સેકંડના પણ સાચા સાધુપણાવાળા કુલ ભવો વધુમાં વધુ સાત કે આઠ જ થાય, સાતમા કે આઠમા ભવે તો એ સાચી સાધુતા ૧૦૦૦% મોક્ષ લાવીને જ જંપે.
જ્યારે સાચા શ્રાવકપણાવાળા કુલ ભવો અસંખ્ય પણ થઇ શકે છે. (અસંખ્ય એટલે ? ચોથા કર્મગ્રન્થમાં દર્શાવેલ દૃષ્ટાન્ત દ્વારા દર્શાવાયેલી અતિ-અતિઅતિ વિરાટ સંખ્યા.) માટે જ સગુરૂની ખરેખર ઇચ્છા તો આ જ હોય છે કે “સંસારી જીવ સાચો સાધુ બની વહેલામાં વહેલી તકે નીરોગી બને.” જ્યાં એ શકય ન હોય, ત્યાં જ સશુરૂ એ જીવને શ્રાવકજીવનની ભેટ આપે.
હવે આપણે એ જોઇએ કે “મોક્ષ શું છે ?'
માણસ ખરેખર તો સ્વસ્થ-પ્રસન્ન રહેવાના જ સ્વભાવવાળો છે. પરંતુ શરીરમાં કોઇક ગરબડ ઊભી થઇ, એટલે એ ઝેરી મેલેરિયા વગેરે કોઇક રોગોનો ભોગ બનેલો છે. હવે એ જો હોસ્પીટલમાં દાખલ થઇને દવા લેવા માંડે, તો ધીમે ધીમે પેલો રોગ ઘટતો જાય ને ? ધીમે ધીમે સ્વસ્થતા-પ્રસન્નતા વધતી જાય ને ? રોગ વિચિત્ર હોવાથી એક ઝાટકે ખતમ ન પણ થાય. પણ ક્રમશઃ તો ખતમ થઇ જ શકે છે. જ્યારે એ રોગ સંપૂર્ણ ખતમ થાય ત્યારે માણસ પાછો સ્વસ્થ-નીરોગી-પ્રસન્ન બની રહે છે.
એ જ રીતે આત્માનો મૂળ સ્વભાવ તો અનંતાનંત સુખનો ભોગવટો કરવાનો છે. અને એના માટે એને કષાયની જરૂર જ નથી, પરંતુ કર્મોના કારણે એ સ્વસ્થતા ઢંકાઇ ગઇ, જાતજાતના દોષો-દુઃખો ઉત્પન્ન થયા. હવે જો એ આત્મા દીક્ષા લઇને સુંદર મઝાના આચારો પાળે, તો એ દવાના પ્રભાવે એના દોષો ધીમે ધીમે ઘટવા માંડે, આત્માના સુખ-પ્રસન્નતા-સ્વસ્થતા ધીમે ધીમે વધવા માંડે....અને એક પળ એવી આવે કે તમામ દોષો ખતમ થાય અને આત્મા સંપૂર્ણ સ્વસ્થ, સંપૂર્ણ સુખી બને.
બસ, પોતાના મૂળસ્વભાવની પ્રાપ્તિ એનું નામ જ મોક્ષ !
આખું જિનશાસન માત્ર ને માત્ર આ મોક્ષની પ્રાપ્તિ માટે જ છે. એની તમામ વ્યવસ્થાઓ મોક્ષને નજર સામે રાખીને જ કરવામાં આવી છે.
~
-
૪
-
- જૈન સાધુ જીવન