SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ આ આખો પદાર્થ ફરી મનમાં દઢ કરી લઇએ, ૧) તીર્થકર ભગવંતો-સદ્ગુરૂ જનો ડૉક્ટરો. ૨) સર્વવિરતિ-દીક્ષા-સંયમ શ્રેષ્ઠ હોસ્પીટલ ટ્રીટમેન્ટ. ૩) દીક્ષિત આત્માઓ-સાધુ, સાધ્વીજીઓ, સંયમીઓ=હોસ્પીટલમાં દાખલ થયેલા રોગીઓ. ૪) શાસ્ત્રો-ગ્રન્થોકરોગ+દવાની સંપૂર્ણ માહિતી આપતા મેડીકલ લાઇનના પુસ્તકો. ૫) સાધુજીવનના હજારો પ્રકારના આચારો=જુદા જુદા રોગો માટેની હજારો પ્રકારની દવાઓ. ૬) આચારોનું વ્યવસ્થિત પાલન વિધિસર દવાઓ લેવી. ૭) ધીમે ધીમે દોષો ઘટવા-ધીમે ધીમે રોગો ઘટવો. ૮) વીતરાગતા-સર્વજ્ઞતાની પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ=સંપૂર્ણ રોગનાશ, સંપૂર્ણ સ્વસ્થતા. આ પદાર્થ જો બરાબર સમજાઇ જશે. તો જિનશાસનનું રહસ્ય એકદમ સરળતાથી સમજાઈ જશે. તમામ સાધ્વાચારો દવા છે, સાધ્વાચારો સ્વયં સુખરૂપસ્વસ્થતારૂપ નથી, પણ એ એનું કારણ છે, સાધન છે. કોઇપણ રોગીનું અંતિમ લક્ષ્ય દવા હોઇ જ ન શકે. અંતિમ લક્ષ્ય રોગનાશ જ હોય. એને મેળવવા માટે જે કોઇપણ દવા કરવી પડે, એ કરવાની જ. એમ કોઇપણ સાચા સંયમીનું અંતિમ લક્ષ્ય આચાર હોઇ જ ન શકે, અંતિમ લક્ષ્ય વીતરાગતા જ હોય. એને મેળવવા માટે જે કોઇપણ આચારો પાળવા જરૂરી હોય, એ પાળવાના જ. જેમ રોગ બદલાય, એમ દવા પણ બદલાય. હા ! છેલ્લું ફળ દરેક દવાનું એક જ છે, રોગ ઊભી કરેલી અસ્વસ્થતાનું નિવારણ કરી સ્વસ્થતા પ્રગટ કરવી. આ ખુલાસો ખાસ ખાસ સમજી રાખવાનો છે. કારણ કે આ પુસ્તકમાં આગળ અનેક આચારોનું સ્વરૂપ આપણે જોશું, પણ એમાં ક્યાંય એકાંત પકડવાનો નથી કે “આમ જ કરાય, આમ ન જ કરાય...” મોટા ભાગની પરિસ્થિતિને લઇને જ એ વર્ણન કરવામાં આવ્યું હોય છે, એમાં વિશેષ પરિસ્થિતિમાં ફેરફાર થવાની પૂરી શક્યતા હોય જ. પ્રશ્ન : કોઇપણ સાધ્વાચારમાં એકાંત નથી, એ માટે કોઇ શાસ્ત્રાધાર ખરો ? ઉત્તરઃ અવશ્ય ! હવે પછીના પ્રકરણમાં આપણે એ પદાર્થ સ્પષ્ટ રીતે જોઇશું. અજબ જીવનની ગજબ કહાની –
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy