________________
समयं ।
(
વર્ષની કીંમત : નાપાસ વિદ્યાર્થીને સમજાય છે. કાર! માસની કીંમત : ગર્ભવતી સ્ત્રીને સમજાય છે.
છે દિવસની કીંમત : દહાડીયાને સમજાય છે. (એક દિવસ મજુરી मा पमायए। ન મળે તો ભૂખ્યા રહે તે)
કલાકની કીમત : સિકંદરને સમજાય છે. (જો એક કલાક કોઇ | મારું આયુષ્ય વધારે તો તેને અડધું રાજ્ય આપી દઉ.) મીનીટની કીંમત : વર્લ્ડ ટ્રેડ સેંટરના નાશ પૂર્વે બહાર
નીકળનારને સમજાય છે. સેકંડની કીંમત : રેસમાં દોડનારને એક સેકંડ માટે સુવર્ણ ચંદ્રક મળતો રહી જાય ત્યારે સમજાય છે. એક સમયની કીંમતઃ પ્રભુ મહાવીર દેવને સમજાય છે, કેમકે ચૌદ રાજલોક ઉપર રહેલ જીવ એક સમયમાં ચોદ રાજ નીચે પહોંચી શકે છે, અર્થાત્ એક સમયની ભૂલ છેક સાત રાજ નીચે ધકેલી દે છે અને એક સમયની સાવધાની સાત રાજ ઉપર લઇ જાય છે...(જેમકે પ્રસન્નચંદ્ર રાજર્ષિ...) લi
સમયની મહત્તાને ધ્યાનમાં લઇને પ્રભુ મહાવીર દેવે એક દિવસની ૮૬,૪૦૦ સેકેન્ડમાંથી ૧ પણ સેકેન્ડ નકામી જવા દીધી નથી. પ્રત્યેક સેકેન્ડને સંયમજીવનની સાધના દ્વારા સફળ કરી છે. એવા પ્રભુએ કેવલ્યજ્ઞાનની પ્રાપ્તિ કરી જગતને પણ મોક્ષના શ્રેષ્ઠ માર્ગ તરીકે સાધુ જીવન દર્શાવ્યું છે.
સાધુ જીવન એટલે ૨૨ પરીષહોને સહન કરવાના... સાધુ જીવન એટલે ક્ષમા વગેરે યતિધર્મનું પાલન કરવાનું... સાધુ જીવન એટલે સાધકોને સાધનામાં સહાય કરવાની... સાધુ જીવન એટલે સમાધિમાં રમવાનું અને બીજાને સમાધિમાં રમાડવાનું... સાધુ જીવન એટલે પાંચ પ્રકારના સ્વાધ્યાયમાં ઓતપ્રોત બનવાનું... સાધુ જીવન એટલે ખુમારીભર્યું જીવન જીવવાનું...
એક નાનો સાધુ પણ વિહારમાં ભૂખ્યો-તરસ્યો-તડકે તપીને થાક્યો હશે, અને કોઇ ભગત વિનંતિ કરશે તો પણ ગાડીમાં નહિ જ બેસે, કાચુ પાણી નહિ જ પીએ, અભક્ષ્ય ખાનપાન નહિ જ કરે.
આ સાધુ જીવનની ખુમારી છે...
સાધુ જીવન એટલે પૈસા રાખવાના નહિ, આવતી કાલનું ભોજન પણ પાસે નહિ, ગામમાં પોતાનું ઘર નહિ, સીમમાં ખેતર નહિ, બેન્કમાં બેલેન્સ નહિ, બજારમાં ઓફીસ નહિ.
છતાં જિનશાસનની બલીહારી છે કે પ્રભુ એ એવું અદ્ભુત સાધુજીવન અને એની વ્યવસ્થા દર્શાવી છે કે ખુમારીભર્યું જીવન જીવી શકે...