________________
એમાં ન હોય. જ્યારે સાધ્વીજીઓનો ઉપાશ્રય ગૃહસ્થ સ્ત્રીઓવાળો હોય. એટલે કે એકદમ નજીકમાં જ સંસારી સ્ત્રીઓ રહેતી હોવી જ જોઇએ. સાધ્વીજીઓ સાવ અલાયદા સ્થાનમાં રહે, તો એ એકાંતનો દુરુપયોગ કોઇપણ ગૃહસ્થો કરી શકે. જ્યારે શય્યાતરની બહેન-પત્ની-બા વગેરે નજીકમાં જ હોય, શય્યાતર પણ મજબૂત હોય તો એવા સ્થાનમાં સાધ્વીજીઓને કોઇ ભય ન રહે.
(૧૦) સાધ્વીજીઓએ જોગમાં સ્વયં કાલગ્રહણ લેવાના નહિ, એમાં હાજરી પણ આપવાની નહિ. સાધુઓ જે કાલગ્રહણ લે, એ બધું સાધ્વીજીઓમાં પણ ગણાઇ જાય. ઉપાશ્રયમાંથી બહાર નીકળવાની સ્પષ્ટ ના છે. માટે એમણે આ વિધિ કરવાની નથી.
(૧૨) સાધુને આચાર્ય + ઉપાધ્યાય + સંઘાટક સાધુ એમ કુલ ત્રણ સાથે સંબંધ બાંધવાનો હોય. જ્યારે સાધ્વીજીને આચાર્ય + ઉપાધ્યાય + પ્રવર્તિની + સંઘાટક એમ ચાર સાથે સંબંધ બાંધવાનો હોય.
નૂતન દીક્ષિતને ગોચરી-પાણી-અંડિલ-પ્રતિક્રમણાદિ..બધામાં જે મુખ્ય સહાયક બને, તે એનો સંઘાટક કહેવાય.
(૧૩) સાધુ ગીતાર્થ હોય, તો કારણસર એકાકી વિહાર કરી શકે. સાધ્વીજી ગીતાર્થ હોય, તો પણ કારણસર પણ એકાકી વિહાર ન કરી શકે.
આવી બીજી પણ સેંકડો બાબતો છે, એ ગુરૂ પાસેથી જાણી લેવી.
આ આચારભેદ માત્રને માત્ર બ્રહ્મચર્યાદિની સુરક્ષા માટે જ છે. એ ખાસ ધ્યાનમાં લેવું.
– ૧૦
૧૦૦
–ને સાફ
જીવન...