SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ કેમકે આ કલ્પવાળા મુનિઓ એક જગ્યાએ પાંચ જ દિવસ રોકાય, પછી બીજી જગ્યાએ બીજા પાંચ દિવસ.. કુલ પાંચ સાધુઓ એક સાથે આ કલ્પ સ્વીકારે. • જો એમનો થોડોક અભ્યાસ બાકી હોય, બીજી બાજુ સારું મુહૂર્ત આવતું હોય, તો તેઓ આ કલ્પનો સ્વીકાર મુહૂર્ત સાચવવા માટે કરી લે.. જે અભ્યાસ બાકી છે, તે અભ્યાસ ગચ્છાચાર્ય પાચ પૂરો છે. • આ મુનિઓ ગચ્છમાંથી બહાર જ નીકળી ગયા છે, તો અભ્યાસ શી રીતે પૂરો કરશે ? એનો જવાબ એ છે કે તેઓ ગચ્છની સાથે નહિ, પણ ગામ બહાર રહે..આચાર્ય એમને ભણાવવા માટે જાય...જો આચાર્ય ન જ જઈ શકે, તો એમાંથી એક મુનિ ગચ્છમાં દરરોજ આવી પાઠ લઇ જાય, પાછો જઇ બાકીના ચારને ભણાવી દે...આમ, અભ્યાસ બાકી હોય, ત્યાં સુધી આ મુનિઓ ગચ્છ-પ્રતિબદ્ધ કહેવાય. જ્યારે અભ્યાસ પૂરો થઇ જાય, અથવા તો અભ્યાસ પૂરો થયા બાદ જ આ કલ્પ સ્વીકાર્યો હોય, તો પછી એ ગચ્છઅપ્રતિબદ્ધ કહેવાય. (૪) પ્રતિમાકલ્પ ઃ તેવા પ્રકારની ચોક્કસ આચારવ્યવસ્થા એ જ પ્રતિમાકલ્પ છે. સાધુ માટે કુલ ૧૨ પ્રતિમાઓ દર્શાવી છે. આ કલ્પને ધારણ કરનાર મુનિ પ્રતિમાધારી કહેવાય. • આ મુનિ પણ જિનકલ્પીની જેમ એકલા જ હોય.. દરેક પ્રતિમાનો ચોક્કસ કાળ છે. દા.ત. ૧ લી નો ૧ માસ, બીજીનો બે માસ..સાતમીનો સાત માસ આઠમીથી કાળ બદલાય છે. એ અન્ય ગ્રન્થોમાંથી જાણી લેવો. • જે પ્રતિમાનો જેટલો કાળ, સામાન્યથી એની પ્રેકટીસનો કાળ પણ એટલો જ ! દા.ત. ૧ લી પ્રતિમાની પ્રેક્ટીસ ૧ માસ કરે, બીજીની બે માસ. પ્રેકટીસ બાદ જ એ પ્રતિમાનો સ્વીકાર... જિનકભાદિ ચારેયનું સામાન્ય સ્વરૂપ • ચારેયમાં ઓછામાં ઓછા ૯મા પૂર્વની ત્રીજી વસ્તુ સુધીનો અભ્યાસ અને વધુમાં વધુ ન્યૂનદસપૂર્વ સુધીનો અભ્યાસ જરૂરી છે. આનાથી ઓછા વત્તા અભ્યાસવાળા મુનિઓ એકપણ કલ્પ ન સ્વીકારી શકે. જે દસ પૂર્વધર અજબ જીવનની ગજબ કહાની ૬૫ –
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy