________________
• કુલ નવ સાધુઓ એક સાથે આ કલ્પ ગ્રહણ કરે.
• કુલ ૧૮ માસ માટેનો આ કલ્પ છે. તે તીર્થંકર પાસે અથવા તીર્થકર હસ્તે જેમણે આ કલ્પ ગ્રહણ કર્યો હોય તેમના હાથે જ આ કલ્પ ગ્રહણ કરી શકાય.
નવ સાધુ ત્રણ વિભાગમાં હોય. (૧) પરિહારિક (૨) અનુપરિહારિક (૩) વાચનાચાર્ય.
• પરિહારિક છ માસ સુધી તપ કરે, એ પછી અનુપરિહારિકો છે માસ, છેલ્લે વાચનાચાર્ય છ માસ તપ કરે.
અનુપરિહારિકો જ્યારે પરિવારિક બને, ત્યારે પરિવારિકો અનુપરિહારિક બને. છેલ્લે વાચનાચાર્ય પરિહારિક બને. ટુંકમાં ત્રણે ય વિભાગ વારાફરતી ૬-૬ માસ તપ કરે.
જે તપ કરે, તે પરિવારિક જે એની પાછળ ગોચરીમાં જાય....તે અનુપરિહારિક ! સામાન્યથી એ અનુપરિહારિક વૈચાવચ્ચી કહેવાય. પણ વૈયાવચ્ચ જેવું એમણે કશું કરવાનું હોતું નથી.
પરિહારિકોએ ક્યો તપ કરવાનો ? એ વિચારીએ. જો ઉનાળો હોય, તો ૩/૨/૧ ઉપવાસ, જો શિયાળો હોય તો ૪/૩/૨ ઉપવાસ, જો ચોમાસું હોય તો ૫/૪/૩ ઉપવાસ...પારણે આંબિલ !
અનુપરિહારિક અને વાચનાચાર્ય કાયમ આંબિલ કરે.
• નવે ય સાધુ આમ સમાન જ છે, છતાં એમાંથી એકને વાચનાચાર્ય રાખવામાં આવે છે, એ આ કલ્પની એવી વ્યવસ્થા જ સમજવી.
• પહેલા બાર માસ એક જ સાધુ વાચનાચાર્ય ! જ્યારે એ ખુદ પરિહારિક બને, ત્યારે બીજો એક સાધુ છેલ્લા છ માસ વાચનાચાર્ય ! છેલ્લા છ માસ એક જ પરિવારિક હોવાથી અનુપરિહારિક પણ એક જ હોય, (અન્ય સ્થાને) સાતને અનુપરિહારિક કહ્યા છે.
- અઢાર માસ બાદ આ સાધુઓ કાં તો પાછા સ્થવિરકલ્પમાં...કાં તો આ જ કલ્પમાં કાં તો જિનકલ્પમાં..એમ ત્રણ વિકલ્પો સંભવિત છે.
• આ કલ્પમાં ઉપસર્ગો આવતા નથી, એ આ કલ્પનો પ્રભાવ છે. (૩) યથાસંદિકઃ લંદ કાળ ! અહીં પાંચ દિવસનો કાળ લેવાનો છે,
-
૬૪
– જેન સાધુ જીવન...