________________
જીવને પીડા થવી, જીવ મરી જવો...આ બધી દ્રવ્ય હિંસા !
જીવને મારી નાંખવાનો પરિણામ, જીવદયાનો અધ્યવસાય ન હોવો, જીવરક્ષાની ઉપેક્ષા..આ રીતે અનેક પ્રકારનો અશુભભાવ એ ભાવહિંસા !
પૂર્વે જોઇ ગયા, એમ અપ્રશસ્તભાવ એ જ પાપ છે, અને આપણે એની જ બાધા લીધેલી છે.
પ્રશ્ન : તો પછી દ્રવ્યહિંસા કરવાની છૂટ ને ? જીવોને મારીએ તો વાંધો નહિ ને ?
ઉત્તર : આવો વિચાર જેને આવે, એના મનમાં જીવરક્ષા પ્રત્યે ઉપેક્ષા આવી ગઇ, આ જ ભાવહિંસા, અને એ તો છોડવાની જ છે ને
એક વાત ધ્યાનમાં રાખવી કે મોટા ભાગે દ્રવ્ય હિંસામાં ભાવ હિંસા હોય જ છે, એટલે જેણે ભાવહિંસાની બાધા લીધી, એણે એ બધાના પાલન માટે દ્રવ્યહિંસા ન થાય, એની પૂરેપૂરી કાળજી કરવી જ પડે.
હા ! ક્યારેક એવું બનશે કે દ્રવ્યહિંસા હોય, પણ ભાવહિંસા ન હોય, તો ત્યાં મહાવ્રતનો ભંગ બિલકુલ થતો નથી.
આ પદાર્થ પાંચેય મહાવ્રતોમાં સમજી લેવો. આપણે ચાર ભાંગા જોઇ લઇએ. દ્રવ્યથી હિંસા છે + ભાવથી હિંસા નથી.
એક સંયમી બીજા સંયમીના પગમાં ઘૂસી ગયેલો કાંટો કાઢવા માટેના એકદમ સારા ભાવથી તીક્ષ્ણ સળી, સોંય વડે એના પગમાં તે તે ભાગને કોતરે, એમાં બીજાને પીડા પણ થાય..અહીં દ્રવ્યથી હિંસા છે, ભાવથી નથી.
દ્રવ્યથી હિંસા નથી + ભાવથી હિંસા છે.
સંયમીને મુસલમાનો પર ગુસ્સો આવે, “એ બધા પાકિસ્તાનીઓને, ભારતીય મુસ્લિમોને કાપી નાંખવા જોઇએ.” આવા વિચારો આવે..તો દ્રવ્યથી હિંસા નથી, સંયમી ખરેખર તો કોઇને એક લાફો પણ મારતો નથી. પણ ભાવથી હિંસા છે, કેમકે અધ્યવસાય ખરાબ છે.
દ્રવ્યથી હિંસા છે + ભાવથી હિંસા છે. સંયમી પૂંજ્યા વિના ધડાધડ બારી બંધ કરે, એમાં ગિરોળી ચગદાઈને
જુન ૨૬ -
જેન સાધુ જીવન...