________________
- આમ કાચી દીક્ષામાં અને પાકી દીક્ષામાં પ્રતિજ્ઞાની દૃષ્ટિએ માત્ર આટલો જ ભેદ સમજવો.
આ પાંચ મહાવ્રતો મૂલગુણ કહેવાય. શ્રમણજીવનના અન્ય આચારો ઉત્તરગુણ કહેવાય. મૂલગુણ હૃદય-મગજ જેવા છે, ઉત્તરગુણ હાથ-પગ-નાક-કાનાદિ જેવા છે. હૃદય-મગજને નુકસાન પહોંચે, તો મોતની શક્યતા વધુ !
હાથ-પગને નુકસાન પહોંચે, તો શરીર ખંડિત થાય, પણ મોત ન આવે. આપણે જેમ શરીરના તમામ અવયવોને સાચવીએ, પણ હૃદય-મગજને તો એકદમ બરાબર સાચવીએ..એમ સંયમીએ ભૂલ અને ઉત્તર..તમામ ગુણોને સાચવવાના જ છે, પણ એમાં ય પાંચ મહાવ્રતોની સુરક્ષા તો એકદમ બરાબર કરવાની છે.
હૃદય-મગજ વિના માણસ જીવી શકતો નથી, મૂલગુણ વિના ચારિત્ર ટકતું નથી.
હાથ-પગ વિના માણસ હેરાન ચોક્કસ થાય, પણ જીવે તો ખરો, જીવી શકે ખરો. ઉત્તરગુણ વિના ચારિત્ર નબળું ચોક્કસ પડે, પણ ટકી શકે ખરું..
આ પ્રકરણમાં આપણે પાંચ મહાવ્રતોનું અને પચ્ચીસ ભાવનાનું સ્વરૂપ ટુંકાણમાં જોશું.
१) सर्वथा प्राणातिपातविरमण महाव्रत : ।
સર્વથા મનથી, વચનથી અને કાયાથી..કરવું, કરાવવું, અનુમોદવું.એ નવ કોટિ ! પ્રાણાતિપાત એટલે કોઇપણ જીવને અલ્પ પણ પીડા થવી, જીવ મરી જવો..વગેરે. વિરમણ એટલે ત્યાગ.
મન-વચન-કાયાથી અલ્પ પણ પીડા કોઇપણ જીવને સ્વયં કરવી નહિ, કરાવવી નહિ કે એની અનુમોદના કરવી નહિ.આ આનો સામાન્યથી અર્થ છે.
પ્રશ્ન : આપણે બોલીએ, ચાલીએ એમાં વાયુકાયના જીવોની હિંસા તો થાય જ છે, તો પછી આ મહાવ્રત તૂટી ન જાય ?
ઉત્તર ઃ હિંસા બે પ્રકારે છે...દ્રવ્યથી અને ભાવથી.
અજબ જીવનની ગજબ કહાની
- ૨૫
–
*
*