________________
(પાંચ મહાવ્રતો + પચ્ચીસભાવના
-
-- શ્રાવકોના અહિંસાદિ વ્રતો અણુ-નાના હોય છે, જ્યારે સાધુના વ્રતો મોટા હોય છે, માટે એમને મહાવ્રત કહેવામાં આવે છે.
જ્યારે કાચી દીક્ષા આપવામાં આવે, ત્યારે મુમુક્ષુને “કરેમિ ભંતે' ની પ્રતિજ્ઞા કરાવાય છે, એનો સામાન્ય અર્થ આ છે કે મનથી કોઇપણ પાપ કરીશ નહિ, કરાવીશ નહિ, અનુમોદીશ નહિ = ૩ વચનથી કોઇપણ પાપ કરીશ નહિ, કરાવીશ નહિ, અનુમોદીશ નહિ = ૩ કાયાથી કોઇપણ પાપ કરીશ નહિ, કરાવીશ નહિ, અનુમોદીશ નહિ = ૩ આ નવકોટિના પચ્ચકખાણ કહેવાય છે.
પ્રસ્તુતમાં કોઇપણ પાપનો અર્થ હિંસા, જૂઠ વગેરે વગેરે..
એટલે કે આ પ્રતિજ્ઞામાં પાંચેય મહાવ્રતોની પ્રતિજ્ઞા આવી જ જાય, કશું બાકી ન રહે, છતાં વડી દીક્ષા=પાકી દીક્ષા વખતે પાંચ મહાવ્રતો સ્વતંત્ર રૂપે ઉચ્ચરાવવામાં=આપવામાં આવે છે. એનો પરમાર્થ માત્ર એટલો જ કે કાચી દીક્ષામાં પાંચેય મહાવ્રતો અલગ અલગ પાડીને સમજાવવામાં આવ્યા ન હતા, માત્ર પાપ શબ્દથી જ હિંસાદિ બધા પાપો લઇ લીધેલા. જ્યારે અહીં એ પાપ-સાવધને સ્પષ્ટ કરીને, અલગ અલગ દેખાડીને, એની પ્રતિજ્ઞા આપવામાં આવે છે.
પ્રશ્ન : આમ કરવાનું કારણ ?
ઉત્તર : કોઇકને ઉપદેશ આપીએ કે “રાગ ન કરવો' તો એમાં તમામ રાગનો નિષેધ આવી જ જાય, છતાં શ્રોતા પોતાની બુદ્ધિ બરાબર લગાવી ન શકતો હોય, એટલે એને સમજાવવું પડે કે રાગ ત્રણ પ્રકારનો છે. કામ-સ્નેહ દૃષ્ટિ ! એમાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ ઇષ્ટ મનગમતા મળે અને રાગ થાય, એ કામરાગ ! પરિવારાદિનો રાગ એ સ્નેહરાગ ! પોતાની કોઇક ખોટી માન્યતા પરનો રાગ એ દૃષ્ટિરાગ !
આમ વિભાગ પાડીને સમજાવીએ, તો શ્રોતા રાગનું સ્વરૂપ બરાબર સમજે અને એનો ત્યાગ કરવાનો સમ્યક્ પ્રયત્ન આદરી શકે.
જન ૨૪ -
જેન સાધુ જીવન.