________________
અને ગુરૂના ભયના કારણે, ગુરૂની હોંશિયારીના કારણે એ સાચું જ બોલી બેસે, છુપાવી ન શકે.
આમાં દ્રવ્યથી મૃષા નથી, પણ એનો ભાવ તો જૂઠ બોલવાનો જ છે, એ કંઈ સાચું બોલવા ઇચ્છતો નથી. એટલે ભાવથી મૃષા છે.
દ્રવ્યથી મૃષા છે-ભાવથી છે.
સંયમીને એકાસણાને બદલે બેસણું કરીને સવારે ગરમ ચા-દૂધ વાપરવાની આસક્તિ જાગે, અને એ માટે બહાનું કાઢે કે “મારી તબિયત સારી નથી, માથું દુઃખે છે...' વગેરે. તો આમાં બંને પ્રકારે મૃષા છે.
દ્રવ્યથી પણ મૃષા નથી-ભાવથી પણ નથી. સંયમી સારા આશયથી સારી-સાચી વાત કરે ત્યારે.
(૩) સર્વથા અદત્તાદાનવિરમણ મહાવત : માલિકે ન આપેલી વસ્તુ લઇ લેવી એનું નામ અદત્તાદાન ! મન-વચન-કાયાથી આ ચોરી કરવી નહિ, કરાવવી નહિ, અનુમોદવી નહિ.
આમાં ચાર ભેદ નીચે પ્રમાણે છે. દ્રવ્યથી ચોરી છે-ભાવથી ચોરી નથી.
શિવભૂતિને રાજાએ આપેલી કામળી પર રાગ થઇ ગયો, એટલે જ ગુરૂએ એની ગેરહાજરીમાં એને પુછ્યા વિના કામળી લઇ ટુકડા કરીને બધા - સાધુઓને ઘારિયા તરીકે આપી દીધી. આમાં ગુરૂએ દ્રવ્યથી અદત્તાદાન
કરેલું ગણાય, પણ એમનો ભાવ ચોરીનો ન હતો, એકદમ સારો ભાવ હતો, શિષ્યને રાગમાંથી બચાવી લેવાનો ભાવ હતો...માટે ભાવથી અદત્તાદાન નથી.
એમ અત્યંત ઉત્તમ મુમુક્ષુને એનો પરિવાર ગમે એટલા પ્રયત્નો પછી પણ દીક્ષા ન આપે, તો પછી એના, શાસનના અને પરંપરાએ પરિવારના પણ સાચા હિત માટે એ મુમુક્ષુને પરિવારની રજા વિના પણ દીક્ષા આપવામાં આવે...એમાં પરિવારની રજા નથી, માટે દ્રવ્યથી અદતાદાન છે, પણ ગુરુનો ભાવ ખરેખર શ્રેષ્ઠ છે, માટે ભાવથી અદત્તાદાન નથી.
દ્રવ્યથી ચોરી નથી, ભાવથી ચોરી છે.
કોઇકની વસ્તુ, શિષ્ય, ભક્ત વગેરે ઝુંટવી લેવાનું મન થાય, પણ એમાં સફળતા ન મળે તો આ દ્રવ્યથી ચોરી નથી, પણ ભાવથી તો ચોરી છે જ.
- જૈન સાધુ જીવન