SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ મરી જાય, તો દ્રવ્યથી હિંસા છે, અને જીવદયા માટેનો જયણા પરિણામ ન હોવાથી, ઉપેક્ષા હોવાથી ભાવથી પણ હિંસા છે. દ્રવ્યથી હિંસા નથી + ભાવથી હિંસા નથી. સિદ્ધ ભગવંતો વગેરેમાં આ ભેદ ઘટે. પ્રશ્ન : સાધુમાં ઘટે ? ઉત્તર : પ્રાયઃ સંયમીને પ્રત્યેક સમયે વાયુકાયની હિંસા તો ચાલુ જ હોય છે, એટલે એ અપેક્ષાએ ન ઘટે. હા ! પાણી-અગ્નિ વગેરે જીવોની અપેક્ષાએ વિચારો, તો સાધુમાં પણ આ ભેદ ઘટી શકે છે. (૨) સર્વથા મૃષાવાદવિરમણ મહાવતઃ મૃષાવાદ એટલે અસત્ય બોલવું. મન-વચન-કાયાથી અસત્ય બોલવું નહિ, બોલાવવું નહિ, અનુમતિ આપવી નહિ..અનુમોદના કરવી નહિ. આમાં ચાર ભેદ નીચે પ્રમાણે છે. દ્રવ્યથી મૃષા છે – ભાવથી નથી. કોઇક સંયમીને રોગ મટતો ન હોય, એના કારણે એ પરેશન થતો હોય, ડૉક્ટરે દવા ચાલુ કરી હોય, પણ સંપૂર્ણ રોગ મટતા દસેક દિવસ લાગવાના જ હોય, પેલાને અસમાધિ ઘણી રહેતી હોય, ત્યારે બીજો સંયમી એને સમાધિ આપવા માટે બોલે કે “બસ, બે-ત્રણ દિવસમાં જ રોગ મટી વાનો છે.ધીરજ રાખો... એમ નવો સાધુ વિહારમાં પુષ્કળ થાકી જઇને પૂછે કે “હજી કેટલું બાકી ?' એ વખતે ધારોકે પાંચેક કિ.મી. બાકી હોય, પણ એ વાત કરીએ તો નવો સાધુ ઢીલો પડી જાય. એ વખતે “બસ હવે વધારે નથી બાકી...” એમ અસ્પષ્ટ ભાષામાં બોલવામાં આવે. આમાં દ્રવ્યથી મૃષા છે, પણ ભાવ લેશ પણ ખરાબ નથી. અન્ય જીવને સમાધિ આપવાનો જ છે. દ્રવ્યથી પૃષા નથી-ભાવથી છે. સંયમીએ કોઇક ભૂલ કરી હોય, એ હવે ગુરૂથી છુપાવવા માંગતો હોય, ત્યાં જ ગુરૂ એને બોલાવે..એ મનમાં વિચાર કરતો જાય કે હું આ રીતે જવાબ આપીશ, પેલી સાચી વાત છુપાવીને રાખીશ..” પણ ગુરુ પાસે પહોંચે, અજબ જીવનની ગજબ કહાનીન ૨૭
SR No.023301
Book TitleAjab Jivanni Gajab Kahani
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy